ખંભાળીયા પંથકમાં ૧ર જુગારી ઝડપાયા

ખંભાળિયા તાલુકાના ઉગમણા બારા ગામની સીમમાં સ્થાનિક પોલીસે જુગાર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ભરતસિંહ અજીતસિંહ, વીરાભાઈ નારણભાઈ, દિલીપસિંહ ઉર્ફે લાલો પ્રતાપસિંહ અને મહિપતસિંહ બાબભાને રોકડ રૂા. ૧૭,૬૮૦ સ્પ્લેન્ડર મોટર સાયકલ મળી કુલ રૂપિયા ૩૭,૬૮૦ નો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ સલાયા મરીન પોલીસના હેડ કોન્સ્ટેબલ જી.વી. દિહોરા દ્વારા હાથ ધરવામાં આવી છે.
મુળવાસર
દેવભૂમિ દ્વારકા તાબેના મુળવાસર ગામની સીમમાં સ્થાનિક પોલીસે જુગાર દરોડો પાડી જુગાર રમતા અજાભા ગોદળભા, કારાભા રાણાભા અને હરીસંગભા લાખાભાને રૂા. ૪,૭૦૦ ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા. દરોડા દરમ્યાન લાખાભા વિઘાભા, પુનાભા માલાભા, ભીખાભા બુધાભા અને કચરાભા બબાભા માણેક નામના ચાર શખ્સો ફરાર થઈ જતા પોલીસે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મીઠાપુર
મીઠાપુરમાં જુગાર રમી રહેલા નરેશ ચંદુભાઈ, હરીશ વીરાભાઈ, જયેશ ઈશ્વરભાઈ, રમેશ કાંતિભાઈ અને મનસુખ નાથાભાઈને પોલીસે રૂા. ૧૨,૨૩૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ ગુનો નોંધ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!