વિસાવદર, માખીયાળા, સમઢીયાળા, સાંતલપુર, આંત્રોલી, લોએજ અને ઉના પંથકમાં જુગાર દરોડા

0

વિસાવદર પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ વિમલભાઈ જેરામભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે ભલગામથી કડાયા તરફ જતાં રસ્તે સીમમાં જુગાર અંગે દરોડો પાડતાં ૭ શખ્સોને જુગાર રમતાં કુલ રૂા.૪૮૮૪પનાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
માખીયાળા
જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.કે.ગઢવી અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે માખીયાળા ગામની સીમમાં જુગાર અંગે દરોડો પાડતાં ૧૦ શખ્સોને જુગાર રમતાં કુલ રૂા.પ૭૭૩૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સમઢીયાળા
મેંદરડા પોલીસ સ્ટેશનનાં રણજીતભાઈ મેરામભાઈ અને સ્ટાફે સમઢીયાળા ગામની સીમમાં જુગાર અંગે દરોડો પાડતાં ૬ શખ્સોને કુલ રૂા.૧૪૮૦૯૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ આરોપીઓ વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સાંતલપુર
વંથલી પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોનસ્ટેબલ પી.જે.વાળા અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે સાંતલપુર ધાર ખાતે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં ૧૦ શખ્સોને કુલ રૂા.૧,ર૩,૩પ૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ આરોપીઓ વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આંત્રોલી
શીલ પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ કે.બી.ડોકલ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે આંત્રોલી ગામે જુગાર અંગે દરોડો પાડતાં પાંચ શખ્સોને જુગાર રમતાં કુલ રૂા.૧૦૮૪૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે ર શખ્સો નાશી જતાં તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
લોએજ
માંગરોળ મરીન પોલીસે લોએજ ગામે ચોક્કસ બાતમીનાં આધારે જુગાર અંગે દરોડો પાડતાં ૬ શખ્સોને જુગાર રમતાં ૬૮૧૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ ઝડપાયેલાં તમામ શખ્સો વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉના
ઉના પોલીસ સ્ટેશનનાં પોલીસ ઈન્સ્પેકટર વિજયસિંહ ચૌધરી તથા સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે ગીરગઢડા તાલુકાનાં કાકેડીમોલી ગામે જુગાર અંગે દરોડો પાડતાં ૯ શખ્સોને જુગાર રમતાં ૧૧ર૪૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!