જૂનાગઢ એસટી કોલોનીમાં દીપડો દેખાતા વનવિભાગે પાંજરૂ મૂકયું

જૂનાગઢ મોતીબાગ પાસે આવેલ એસટી કોલોનીમાં ગઈકાલે બપોરનાં સમયે ત્યાં રહેતા મહિલા કંડકટરને દીપડો દેખાયો હતો. બાદમાં ત્યાંનાં સ્થાનિક લોકો દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી વનવિભાગ દ્વારા હાલ તો માત્ર પાંજરૂ મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ રીતે દીપડો દેખાતા એસટીનાં કવાર્ટરમાં રહેતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. સ્થાનિક લોકોનાં જણાવ્યા પ્રમાણે છેલ્લા ત્રણ દિવસથી અહી દીપડાની અવર-જવર જાેવા મળેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!