માંગરોળ પંથકમાં સવારે પોણા ચાર ઈંચ વરસાદ ખાબકયો

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં મેઘાવી માહોલ છવાયેલો રહયો છે. ગઈકાલે ૯ તાલુકા પૈકી મોટાભાગના તાલુકામાં વિરામ રહેલ હતો. જયારે જિલ્લાના માંગરોળ ખાતે આજે સવારે ૬ થી ૮ દરમ્યાન પોણા ચાર ઈંચ વરસાદ ખાબકયો હતો. જયારે જૂનાગઢ શહેરમાં હળવાથી ભારે ઝાપટાંનો દોર રહ્યો હતો. માંગરોળ પંથકમા વહેલી સવારે અનરાધાર વરસાદ પડયો હતો જે આજે સવારે ૬ થી ૮ કલાક દરમ્યાન વરસ્યો હતો. માંગરોળનાં માનખેત્રા, હુસેનાબાદ, આરેણા, મકતુપુર, શેરીયાજ, શાપુર સહિતના ગામોમાં વરસાદ વરસતાં લોકોને ગરમીમાં રાહત મળેલ છે. હજુ કાળા ડીબંાગ વાદળો સાથે વરસાદી વાતાવરણ છવાયું હોય ધરતી પુત્રોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. મોસમનો કુલ વરસાદ ૫૫૮ મીમી નોંધાયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!