કોરોના દર્દીઓની સેવા કરતા વોરિયર્સ માટે હોસ્પિટલમાં બેડ રિઝર્વ રખાશે

0

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને કોવિડની કામગીરીમાં જાેડાયેલ ડોકટર, સ્ટાફ સહિતના વોરિયર્સને પણ સંક્રમણ લાગવાના બનાવો વધી રહ્યા હોઈ આવા વોરિયર્સ માટે સરકારી હોસ્પીટલોમાં બેડ રિઝર્વ રાખવાના આદેશો સરકાર દ્વારા જારી કરવામાં આવ્યા છે. કોરોના વાયરસ કોવિડ-૧૯ની અસરોને પહોંચી વળવા તેમજ તેને અટકાવવા અને નિયંત્રણની કામગીરી ત્વરીત હાથ ધરી શકાય તે હેતુસર એપેડેમીક ડીસીઝ એકટ ૧૮૯૭ અન્વયે રાજયમાં તા.૧૩-૩-ર૦ના જાહેરનામાંથી ધી ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન -ર૦ર૦ લાગુ કરવામાં આવ્યો છે. રાજયમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં દિન- પ્રતિદિન વધારો થતો જાય છે કોવિડ હોસ્પિટલોમાં સતત કોરોનાના દર્દી સાથે ફરજ બજાવતા હોસ્પિટલના સ્ટાફને પણ કોવિડ-૧૯ના સંક્રમણનું જાેખમ રહેલુ છે કોરોના વોરિયર્સ તરીકે રાત-દિવસ કાર્ય કરતા તમામ સ્ટાફને પોતાની ફરજાે બજાવવા પ્રોત્સાહન મળી રહે અને ઉત્સાહ જળવાઈ રહે તે માટે જે સરકારી હોસ્પિટલમાં ૧૦૦ બેડ હોય ત્યાં પ બેડ અને જયાં ૧૦૦ કરતા વધુ બેડ હોય ત્યાં ૧૦ બેડ ડોકટરો તથા હેલ્થકેર વર્કર (સરકારી/ખાનગી સહિત) માટે રીઝર્વ રાખવાના રહેશે એમ ગુજરાત રાજયના આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે. આ રીઝર્વ રખાયેલ બેડમાં જયારે પણ મેડિકલ/પેરામેડિકલ સ્ટાફ આવે ત્યારે અગ્રીમતાના ધોરણે બેડ ફાળવવાના રહેશે પરંતુ જાે તેઓ આવેલ ન હોય અને બેડ ખાલી હોય તો સામાન્ય દર્દીને બેડ ફાળવવાના રહેશે. આ બેડ રીઝર્વ રાખવા અંગે સંબંધિત ગુજરાતના દરેક જિલ્લાના પરામર્શમાં રહી કાર્યવાહી હાથ ધરવાની રહેશે એમ વધુમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!