જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ૧૭ કેસ પોઝીટીવ આવેલ છે અને બે દર્દીઓના મૃત્યુ નીપજયાં છે. બે મૃત્યુ પૈકી એક દર્દીનું મોત કોરોનાને કારણે અને અન્ય દર્દીનું મૃત્યુ કોરોના સાથે અન્ય બિમારીને કારણે થયાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે. જૂનાગઢ અને શહેર અને જિલ્લામાં કોરોનાના નોંધાયેલા ૧૭ કેસોમાંથી ૭ કેસ જૂનાગઢ શહેરના જયારે બે મૃત્યુ પૈકી વિસાવદર તાલુકાના એક દર્દીનું મૃત્યુ કોરોનાને કારણે અને કેશોદ તાલુકાના એક દર્દીનું મૃત્યુ કોરોના સહિત અન્ય બિમારીને કારણે થયું છે. ગઈકાલે ર૮ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેને ડિસ્ચાર્જ કરાયા છે. જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીની કોરોનાના કેસની સંખ્યા ૯પ૮ થઈ છે જેમાંથી ૭૬૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં હાલ ૧૯૧ એકટીવ કેસ છે.
ગઈકાલે જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના, માણાવદર, મેંદરડા, માંગરોળ અને વિસાવદરમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયેલ નથી. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ર૭૩ કન્ટેન્ટમેન્ટ ઝોન બનાવાયા છે જેમાં ર,ર૬૭ ઘરોમાં ૮,ર૯ર લોકોનો વસવાટ કરે છે. ગઈકાલે રર૧ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવેલ છે જેનો રિપોર્ટ પેન્ડીગ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews