જન્માષ્ટમીના તહેવાર સંદર્ભે દ્વારકા જિલ્લા કલેકટરે જગત મંદિરની મુલાકાત લીધી

પવિત્ર યાત્રાધામ દ્વારકામાં જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષીને દ્વારકાના જિલ્લા કલેકટરે જગત મંદિરની મુલાકાત લીધી હતી. તેમની સાથે ડીડીઓ, ડીવાયએસપી તેમજ દેવસ્થાન સમિતિના સ્ટાફ જાેડાયો હતો. કોરોનાના કેસ સતત નોંધાતા રહે છે અને લાખો ભાવિકો બહારથી યાત્રાધામ દ્વારકાની મુલાકાતે આવતા હોય છે ત્યારે કોરોનાનું સંક્રમણ રોકવા માટે જન્માષ્ટમી તહેવારના દિવસોમાં મંદિર ખુલ્લું રાખવું કે બંધ રાખવું તે બાબતે ઉચ્ચ કક્ષાએથી નિર્ણય લેવાશે તેમ દ્વારકાના જિલ્લા કલકેટર નરેન્દ્ર મીનાએ જણાવ્યું હતું. આ અંગે દેવસ્થાન સમિતિના અધિકારીઓ અને જગત મંદિરના પૂજારી સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!