ગિરનાર ક્ષેત્રમાં ધોધમાર વરસાદને લઈ જૂનાગઢ શહેરને પાણી પુરૂં પાડતો હસ્નાપુર ડેમ છલકાયો

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં મેઘરાજાએ કૃપા કરી છે તેને કારણે જૂનાગઢ શહેરને પાણી પુરૂં પાડતો હસ્નાપુર ડેમ છલકાતાં જૂનાગઢનું જળ સંકટ દૂર થયું છે. હાલ બે વર્ષ ચાલે તેટલા પાણીનો સંગ્રહ થયો હોવાનું જાણવા મળેલ છે. જૂનાગઢ શહેરને પાણી પુરૂં પાડતા ૩ ડેમ પૈકી વિલીંગ્ડન ડેમ અને આણંદપુર ડેમ ચોમાસાની શરૂઆતમાં પડેલા ભારે વરસાદથી છલકાઈ ગયા હતા જયારે હસ્નાપુર ડેમ છેલ્લા ત્રણેક દિવસથી ગિરનાર જંગલમાં પડેલા અનરાધાર વરસાદને પગલે છલકાઈ ગયો છે. જૂનાગઢ મહાનગરપાલિકાના વોટર વર્કસ શાખાના ઈજનેર હાજાભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે, હસ્નાપુર ડેમની ઓવરફલો કેપેસીટી ૩૪ ફુટ છે. વરસાદ પહેલાં પણ ડેમમાં રર ફુટ પાણી હતું. આ ડેમમાંથી દરરોજ ૧ર એમએલડી પાણીનો ઉપાડ કરાતો હતો. દરમ્યાન ગઈકાલે ૧ર ફુટ પાણીની આવક થતાં બપોરે ૩.૩૦ કલાકે હસ્નાપુર ડેમ ઓવરફલો થયો છે. જૂનાગઢ શહેરમાં ૩૦ ઈંચ વરસાદ વરસી ગયો છે. ગિરનાર જંગલમાં ધોધમાર વરસાદને પગલે સોનરખ, કાળવા, લોલ નદીમાં પુર આવ્યાં હતા તેમજ વિલીંગ્ડન ડેમ, નરસિંહ મહેતા તળાવ પણ ઓવરફલો થયા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!