વેરાવળમાં કાર્યરત કોવીડ-૧૯ હોસ્પીટલમાં અસુવિધાઓની ભરમાર હોવાથી ઉઠેલ ફરીયાદો બાદ ગઈકાલે સોમનાથના કોંગી ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ હોસ્પીટલની સરપ્રાઇઝ મુલાકાત લઇ તબીબ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં દર્દીઓની અસુવિધા ફરીયાદો અંગે ચર્ચાઓ કરી યોગ્ય સારવાર સરળતાથી મળી રહે તેવી કામગીરી કરવા ટકોર કરી હતી.
ગીર સોમનાથ જીલ્લામાં છેલ્લા દોઢેક માસમાં કોરોનાનું સંક્રમણ નોંધપાત્ર રીતે વધી રહયુ છે. આવા સમયે જીલ્લા મથક વેરાવળ સીવીલમાં જીલ્લા કક્ષાની કોવીડ ૧૯ હોસ્પીેટલ કાર્યરત છે. જેમાં દર્દીને અસુિર્વધા સતાવી રહી હોવાની સાથે કોરોનાના વોર્ડમાં જરૂરી પુરતા તબીબો અને નર્સીંગ સ્ટાફ ન હોવાથી કોરોનાના દર્દીઓને તથા તેમના પરીવારજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો હોવાની ફરીયાદો દર્દીના સંબંધીઓમાં જોરશોરથી ઉઠી રહી છે. આ અંગે તંત્ર સુધી ફરીયાદો પહોંચવા છતાં સ્થિતિમાં કોઇ સુધારો ન થઇ રહયો હોવાથી સોમનાથના કોંગી ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ કોવીડ ૧૯ હોસ્પીટલની સરપ્રાઇઝ મુલાકાત કરી અધિકારીઓ સાથે બેઠક કરી દર્દીઓને કઇ રીતે સારવાર અપાય છે તેની વિગતો મેળવી હતી. આ તકે ધારાસભ્યે હોસ્પીટલના કોરોના વિભાગમાં તબીબો અને સ્ટાફ પૂરતો નથી, જરૂરી દવા-ઇન્જેકશનોનો પુરતો સ્ટોક નથી, પૂરતા વેન્ટીલેટર નથી જયારે અમુક બંધ સ્થિતિમાં છે. કોરોના દર્દીઓની પૂરતી સારસંભાળ ન લેવાતી હોવા અંગેના સવાલોનો ધોધ તબીબ અધિકારીઓ સમક્ષ રજુ કર્યો હતો. મહામારી સમયે આવી ગંભીર બેદરકારી નહીં ચાલે જેથી કોરોનાના દર્દીઓને સરળતાથી સારવાર અને તેમના પરીવારજનોને સંબંધિત જાણકારીઓ સમયસર મળી રહે તેવી સત્વરે કાર્યવાહી કરવા તાકીદ કરી હતી.
આ તકે ધારાસભ્યે વધુમાં જણાવેલ કે, આ જ કોવીડ હોસ્પીટલમાં ઘટતી સુવિઘા વધારવા અગાઉ ગ્રાંટમાંથી રૂા.૧૦ લાખની ફાળવણી કરી હતી અને જરૂર હોય તો કહો તે મુજબની વધુ ગ્રાંટ ફાળવાશે. હોસ્પીટલમાં સારવાર અર્થે આવતો કોઇ દર્દી અસુવિધાના કારણે મૃત્યું ન પામવો જોઇએ અને તબીબોએ માનવતાની દ્રષ્ટીએ દર્દીઓ-સંબંધીઓ સાથે સારૂ વર્તન કરે તે અંગે ઘટતું કરવા તાકીદ કરી હતી. ધારાસભ્યદની કક્ષાએથી જે જરૂર હોય તે જણાવે જેથી રાજય સરકારમાં રજુઆત કરી ઘટતી સુવિધા તાત્કાલીક મળી રહે તેવી કાર્યવાહી કરાવવા અને જરૂર પડશે તો ગાંધી ચીંધ્યામાર્ગે ધરણાં કરવા સુધીની તૈયારી બતાવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews