જમ્મુ કાશ્મીર પ્રશાસને હાલમાં જ માતા વૈષ્ણો દેવી યાત્રા ફરીથી શરૂ કરવાનો ર્નિણય કર્યો છે. પરંતુ યાત્રા શરૂ થતા પહેલા જ અહીં કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. શ્રી માતા વૈષ્ણો દેવી ભવનના આઠ પુજારીને કોરોનાનો ચેપ લાગ્યો છે. હવે અહીં કુલ ૧૨ લોકોને કોરોનાના ચેપની પુષ્ટિ થઈ ગઈ છે. એવામાં વૈષ્ણો દેવી યાત્રા શરૂ થશે કે કેમ તેને લઈને અટકળો ચાલી રહી છે.
વૈષ્ણો દેવીના ભવન પર મંગળવારે ત્રણ ભજન ગાયક અને એક જવાનને કોરોનાના ચેપની પુષ્ટિ થઈ હતી. ત્યાર બાદ બુધવારે બે કથારી પુજારી અને છ અન્ય પુજારી પોઝિટિવ મળી આવ્યા. આ તમામને આઈસોલેશન વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.
૧૬ ઓગસ્ટથી શરૂ થનાર વૈષ્ણો દેવી યાત્રા માટે રોજ ૫૦૦૦ યાત્રીઓને દર્શનની મંજૂરી હશે, જેમાં ૫૦૦ યાત્રી રાજ્ય બહારના હોઈ શકે છે. ભીડ જમા ન થાય તેના માટે આ યાત્રીઓનું રજિસ્ટ્રેશન ઓનલાઈન થશે. રાજ્ય બહારથી આવનારા યાત્રીઓ અને જમ્મુ કાશ્મીરમાં જાહેર રેડ ઝોનના પ્રવાસીઓ માટે કોરોના ટેસ્ટ ફરજિયાત હશે અને આ ટેસ્ટ નેગેટિવ આવવા પર જ પ્રવાસની મંજૂરી આપવામાં આવશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews