એસઆરએમ ઈન્સ્ટીટયુટ દ્વારા બી-ટેક એડમીશન રેન્ક લીસ્ટ ર૦ર૦ જાહેર કરાયું

0

એસઆરએમ ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા એસઆરએમ બી-ટેક રેન્ક લીસ્ટ-ર૦ર૦ એડમીશન માટે જાહેર કરાયું છે. હાલમાં કોરોના મહામારીનો સમય ચાલી રહયો હોય, સંસ્થા દ્વારા એન્જીનીયરીંગ ડીગ્રી પ્રોગ્રામ મારફત એડમીશન આપવાની પ્રણાલી આ વખતે કેન્સલ કરવામાં આવી હતી તેના બદલે રેન્કીંગ માટે ર/
પ્રિ-યુનિવર્સીટી / પીસીએમમાં ઈકવીલેન્ટ માર્ક / પીસીબીમાં ઉમેદવાર દ્વારા સબમીટ કરાયેલ માર્ક મુજબ સીસ્ટમ અપનાવવામાં આવી હતી. એસઆરએમ બી-ટેક-ર૦ર૦માં પ્રવેશ મેળવવા માટે સમગ્ર ભારતમાંથી તેમજ વિદેશમાંથી ૧.૩૬ લાખ વિદ્યાર્થીઓએ આવેદન આપ્યું હતું.
એસઆરએમનાં ટોપ ટેન રેન્કરમાં દેશનાં વિવિધ પ્રકારની પશ્ચાતદભૂમાંથી આવતા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ટોપેટેન રેન્કરમાં એકાલુરી હર્ષિતા – આંધ્રપ્રદેશ, આર. સંજય – કર્ણાટકા, અભિનવ ત્રિપાઠી- રાજસ્થાન, દર્શીન બાલાક્રિષ્નન – તામિલનાડુ, શિવમકુમાર – બિહાર, અરૂણ માર્ટીન – કેરલા, અજય પરમાર – મધ્યપ્રદેશ, રૂદ્રકેશર – જમ્મુ-કાશ્મીર, મયંકસિંઘ – ઉત્તરપ્રદેશ અને હિલ સવાણી – ગુજરાતનો સમાવેશ થાય છે. સંસ્થાનાં ટોપટેન રેન્કરને સ્કોલરશીપ આપવામાં આવશે જેમાં ટયુશન ફી અને હોસ્ટેલ ફીમાં ૧૦૦ ટકા માફી આપવામાં આવે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!