જૂનાગઢનાં ભવનાથના મેળામાં તેમજ વિવિધ સ્થળે ખોવાયેલા કે પડી ગયેલા મોબાઈલ શોધવા સાયબર ક્રાઈમ સેલના કર્મચારીઓએ કાર્યવાહી હાથ ધરતાં અત્યાર સુધીમાં રૂા. ૮.૩૮ લાખની કિંમતના ૬૬ મોબાઈલ શોધી કાઢી તેના મુળ માલિકને મોબાઈલ પરત આપવા કાર્યવાહી કરેલ છે. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ જૂનાગઢ શહેરમાં શિવરાત્રીના મેળામાં અને અન્યત્ર સ્થળે પડી ગયેલા મોબાઈલ અંગે એસઓજીના પીઆઈશ્રી ભાટી સહિતના સ્ટાફે સાયબર ક્રાઈમ સેલની રચના કરી અને ખોવાયેલા મોબાઈલો પરત લાવવા માટે તપાસ હાથ ધરતાં અત્યાર સુધીમાં કુલ ૮,૩૮,૩૮૩ ની કિંમતના કુલ ૬૬ મોબાઈલ રિકવર કરાયા છે. રિકવર કરાયેલા મોબાઈલ પૈકી રૂા. પ.૭પ લાખના ૪૪ તેના મુળ માલિકને પરત કરી દેવાયા છે અને રર મોબાઈલ પરત કરવાની કાર્યવાહી ચાલી રહી છે. લોકોના પડી ગયેલા મોબાઈલ શોધવાની તપાસ પણ કાર્યરત છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews