જૂનાગઢ સહીત સોરઠ પંથકમાં શ્રાવણ માસનાં પર્વ દરમ્યાન જુગારની મોસમ પુર બહારમાં ખીલી ઉઠી હોય તેમ ઠેર ઠેર જુગારનાં પાટલાઓ મંડાયા હતાં. અને પોલીસ દ્વારા જગારની બદી સામે કડક કામગીરી કરવામાં આવતાં છેલ્લા દોઢ માસમાં ૬૮ર વ્યકિતઓ સામે કાર્યવાહી કરી અને રૂા. પ૬.૦ર લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવેલ છે.
આ બનાવ અંગે મળતી વિગત અનુસાર જૂનાગઢ રેન્જના આઇજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જુગારની પ્રવૃત્તિ ઉપર અંકુશ રાખવા તથા જુગારની બદ્દી સદંતર નાબૂદ કરવા જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને ખાસ ઝુંબેશ રાખવા અને જુગારના કેસો શોધી કાઢવા માટે સુચનાઓ કરવામાં આવેલ હતી.
જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાનાં આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ડિવિઝનના એ ડિવિઝન, બી ડિવિઝન, સી ડિવિઝન, વિસાવદર, બિલખા, ભેસાણ, મેંદરડા, જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારની પ્રવૃત્તિ ડામી દેવા માટે રાખવામાં આવેલ ખાસ ડ્રાઇવ દરમ્યાન છેલ્લા દોઢ માસના શ્રાવણ માસના સમયગાળા દરમ્યાન ૯૫ જુગારના કેસો શોધી કાઢી, ૬૮૨ આરોપીઓ પકડી પાડી, રોકડ રકમ રૂા. ૧૭,૬૩,૪૦૫ તથા વાહનો, મોબાઈલ ફોન, વિગેરે અન્ય મુદ્દામાલ કિંમત રૂા. ૩૮,૩૮,૮૧૦ સહિત કુલ કીમત રૂા. ૫૬,૦૨,૨૧૫નો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો હતો.
જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.જી.ચૌધરી તથા સ્ટાફ દ્વારા કુલ ૧૮ કેસો શોધી, ૧૦૧ આરોપીઓ પકડી, કીમત રૂા. ૨,૦૬,૩૭૫નો મુદ્દામાલ, જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.બી. સોલંકી તથા સ્ટાફ દ્વારા ૧૭ કેસો શોધી, ૯૭ આરોપીઓ પકડી, કીમત રૂા. ૪,૭૮,૧૯૦નો મુદ્દામાલ, જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.સબઈન્સ. કે.પી. ડાંગર તથા સ્ટાફ દ્વારા ૬ કેસો શોધી, ૩૨ આરોપીઓ પકડી, કીમત રૂા. ૧,૩૩,૧૧૦નો મુદ્દામાલ, વિસાવદર પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. એન.આર. પટેલ તથા સ્ટાફ દ્વારા ૧૩ કેસો શોધી, ૯૮ આરોપીઓ પકડી, કીમત રૂા. ૧૩,૦૦, ૮૬૫નો મુદ્દામાલ, બિલખા પોલીસ સ્ટેશનના પો. સબ ઈન્સ. એસ.કે. માલમ તથા સ્ટાફ દ્વારા ૪ કેસો શોધી, બાવન આરોપીઓ પકડી, કીમત રૂા. ૮૪,૯૨૦નો મુદ્દામાલ, મેંદરડા પોલીસ સ્ટેશનના પો.સબ ઈન્સ. કે.એમ. મોરી તથા સ્ટાફ દ્વારા ૧૧ કેસો શોધી, ૧૦૧ આરોપીઓ પકડી, કીમત રૂા. ૧૭,૨૪,૧૮૫નો મુદ્દામાલ, જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પો. સબ ઈન્સ. એસ.એન. સગારકા તથા સ્ટાફ દ્વારા ૧૦ કેસો શોધી, ૬૮ આરોપીઓ પકડી, કીમત રૂા. ૪,૦૫,૫૫૦ નો મુદ્દામાલ તેમજ ભેંસાણ પોલીસ સ્ટેશનના પો. સબ ઈન્સ. આર.એ. જાડેજા તથા સ્ટાફ દ્વારા ૧૬ કેસો શોધી, ૧૩૩ આરોપીઓ પકડી, કીમત રૂા. ૧૨,૬૯,૦૨૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews