ભારત દેશને આઝાદ થયાને ૭૪ માં જન્મદિનની જૂનાગઢના સુખનાથ ચોક વિસ્તારમાં હિન્દુ મુસ્લિમ એકતા સમિતિ દ્વારા શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ શહેરના રાજકીય, સામાજિક આગેવાનો તેમજ શહેરીજનોની હાજરીમાં કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ મહાનગર પાલિકા વોર્ડ નંબર ત્રણના મહિલા નગર સેવક શરીફાબેન વહાબભાઈ કુરેશી તેમજ યુવા નગર સેવક અસલમ ભાઈ કુરેશીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ હતું. આ તકે જૂનાગઢનાં ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ સર્વે દેશવાસીઓને સ્વાતંત્ર પર્વની શુભેચ્છાઓ પાઠવી હિન્દુ મુસ્લિમ એકતા સમિતિની પ્રવુતિને બિરદાવી હતી. જ્યારે બટુકભાઈ મકવાણાએ પોતાના ઉદબોધનમાં જણાવેલ કે આ દેશને આઝાદ કરાવવામાં હિન્દુ મુસ્લિમોએ પોતાનું ખુન રેડેલ છે. આ દેશ કોઈ ચોક્કસ જાતિ કે ધર્મની જાગીર નથી. રાષ્ટ્રવાદ લોકતંત્ર ધર્મનિરપેક્ષ સમાજવાદ એકતા અખંડિતતા એ આપણા સહુની જવાબદારી છે. આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પટેલ, મનોજભાઈ જોશી, જિશાન હાલેપૌત્રાં, લલિત ભાઈ સુવાગિયા, ચેતનભાઈ ગજેરા. મનનભાઈ અભાણી, સમજુભાઇ સરપંચ, રમેશભાઈ બાવળિયા, મુન્ના બાપુ દાતારવાળા, સોહેલ સિદ્દીકી, આયશાબેન રૂક્સાનાબેન સહિતના ઉપસ્થિત રહયા હતાં. આ સ્વાતંત્ર પર્વ ઉત્સાહભેર ઉજવવા નુરાભાઇ કુરેશી, કાસમભાઈ જુણેજા, હનીફખાન પઠાણ, અલ્તાફ બાપુ કાદરી, રેહાન બાબી, કુંદનભાઈ લાલવાણી, રૂપચંદભાઈ, રયીફ ખાન, આશાભાઈ જુલેલાલ મંદિર સેવક, અશરફભાઈ મારફાની, ઈકબાલભાઈ સોડાવાલા, રાઠોડ અઝીઝ, અયુબ ભાઈ બેલીમ, બહાદુર ખાન બાબી, ફેસલ મેમણ સહિતનાએ જહેમત ઉઠાવી હતી તેમ એક યાદીમાં જણાવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews