જૂનાગઢ કોંગ્રેસ દ્વારા ધ્વજવંદન – લોકશાહીનાં જતન માટે અપીલ

૭૪માં સ્વાતંત્ર્ય દિને જૂનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા આયોજિત ધ્વજ વંદન કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અમીત પટેલના વરદ હસ્તે ધ્વજ લહેરાવી તિરંગાને સલામી આપી હતી. આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ પટેલે સંબોધન કર્યું હતું. આ તકે મુખ્ય મહેમાન તરીકે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નટુભાઈ પોંકિયાની વિશેષ ઉપસ્થિતિ રહયા હતાં. સ્વતંત્રતા પર્વ નિમિત્તે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ પ્રજાજોગ સંદેશો આપેલ હતો. દેશના નાગરિકોમાં રાષ્ટ્રભાવના કેળવાય અને લોકશાહીનું જતન થાય એવી અપીલ કરી હતી. માજી સૈનિક કમાન્ડો ભરતભાઈ કથીરીયાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન કાંતિભાઈ સોંસરવાએ કર્યું હતું. આ તકે કોંગ્રેસનાં કાર્યકરો, બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું હતું તેમ કાર્યાલય મંત્રી મનસુખભાઈ ડોબરીયાની યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!