જૂનાગઢમાંથી મિ. નટવરલાલ ઝડપાયો : રૂા. પ.ર૩ લાખની છેતરપીંડીની નોંધાતી ફરીયાદ

0

જૂનાગઢનાં દોલપરા ગામની ગોમતીબેન ઉર્ફે ગીતાબેન રમેશભાઈ ચૌહાણ દ્વારા તા. ૮-૮-૨૦ ના રોજ આરોપી પ્રદીપ વિરાભાઈ ખાવડુ રહે.મેંદરડા વિરૂધ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ કે, આરોપી પ્રદીપ વિરાભાઈ ખાવડુ દ્વારા ફરિયાદી ગોમતીબેન ઉર્ફે ગીતાબેન રમેશભાઈ ચૌહાણ તથા અન્ય સાહેદોને ન્યૂઝ પેપરમાં જાહેરાત આપી તેમજ પિયુશકુમાર ઠુમ્મર ખોટું નામ આપી, યશ ફાઇનાન્સ નામની કંપનીમાં રૂા. ૧૦,૦૦૦ ના પગારથી એજન્ટ તરીકે નોકરી ઉપર રાખી, પર્સનલ, મોર્ગેઝ, જમીન, તબેલા, મરઘા કેન્દ્ર, પ્રધાનમંત્રી આવાસ યોજના, જેવી લોન લેવા ઇચ્છુક વ્યક્તિઓને શોધી, લોન અપાવવાની લાલચ આપી, લોન અપાવવા પેટે દસ દસ હજાર રૂપિયા ઉઘરાવી, એસબીઆઈ મેંદરડા ખાતેના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી, કુલ રૂા. ૫,૨૩,૭૦૦ ઉઘરાવી, લોન નહીં આપી તેમજ રકમ પણ પાછી નહી આપી છેતરપીંડી વિશ્વાસધાત કરવામાં આવ્યાની ફરિયાદનાં આધારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી, પીઆઈ આર.જી. ચૌધરી, પીએસઆઈ વી.આર. ચાવડા તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી.
આ બનાવ અંગે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી. ચૌધરી, પીએસઆઇ વી.આર. ચાવડા, સંજયભાઈ, ભનુભાઈ, રમેશભાઈ, વિક્રમસિંહ, અનકભાઈ, વિકાસભાઈ, મોહસીનભાઈ, સહિતની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરી, એસબીઆઈ બેન્ક એકાઉન્ટ આધારે તપાસ કરવામાં આવતા, આરોપી પ્રદીપ વિરાભાઈ ખાવડુનું મેંદરડા ખાતેથી સરનામું મળેલ હતું. ત્યારબાદ મેંદરડા તેના રહેણાક મકાને તેના બિમાર માતા-પિતા મળી આવેલ અને આરોપી ઘણા સમયથી રખડતો ભટકતો હોય આરોપીના નામનાં આધારે પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા, મેંદરડા ખાતે દારૂ પીવાના કેસમાં તથા બી ડિવિઝન ખાતે કેફી પીણું પીને વાહન ચલાવવાના કેસમાં ભૂતકાળમાં પકડાયેલ હોય જેના આધારે આરોપીનો ફોટોગ્રાફ મળતા, ફરિયાદી તથા સાહેદોને બતાવતા ઓળખી બતાવેલ હતો. ઉપરાંત, તપાસમાં રહેલ એ ડિવિઝન પોલીસ ટીમને ડીવાયએસપી કચેરીના ટેક્નિકલ સેલના હે.કો. કમલેશભાઈ મારફતે મળેલ માહિતી આધારે આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી પ્રદીપ ઉર્ફે પપ્પુ વિરાભાઈ ખાવડુ (ઉ.વ. ૩૬ હાલ રહે. જોશીપુરા, નોબલ સ્કૂલ પાસે, સૂર્યનગર સોસાયટી, જૂનાગઢ મૂળ રહે. મેંદરડા, સાસણ રોડ, જી.પી.હાઈસ્કૂલ સામે, જી. જૂનાગઢ)ને જોશીપુરા વિસ્તારમાંથી રાઉન્ડઅપ કરી પકડી પાડવામાં આવેલ છે. પકડાયેલ આરોપી પ્રદીપ ખાવડુના કબ્જામાંથી રોકડ રકમ રૂા. ૨,૩૨,૦૦૦ હોંન્ડા એવીએટર મોટર સાયકલ, કાર સહિતના વાહનો, એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ, રેશનકાર્ડ, બેન્ક પાસબુક, કોરા ચેક, લેપટોપ, મોબાઈલ ફોન, વાહનોની આરસી બુક, વિગેરે સહિતનો આશરે કુલ રૂા. ૫,૬૪,૮૨૦નો મુદામાલ પણ કબજે કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી પ્રદીપ વિરાભાઈ ખાવડુની પૂછપરછ કરતા પોતાના માતા-પિતાની તબિયત સારી ના રહેતી હોય, પોતાની પત્ની અને દીકરો પણ પોતાને એકાદ વર્ષથી છોડીને ચાલ્યા ગયા હોય પોતાને રૂપિયાની જરૂરિયાત ઉભી થતા લોકો પાસેથી લોન અપાવવાના બહાને રૂપિયા ઉઘરાવ્યાની કબૂલાત કરવામાં આવેલ હતી. પકડાયેલ આરોપી ઘણા સમયથી નામ બદલાવીને જોશીપુરા વિસ્તારમાં રહેતો હતો. હાલમાં આરોપીનો કોરોના ટેસ્ટ કરાવી, આરોપીને અટક કરવામા આવેલ છે.
પકડાયેલ આરોપી પ્રદીપ વિરાભાઈ ખાવડુ દ્વારા ન્યૂઝ પેપરમાં એજન્ટ જોઈએ છે એવી જાહેરાત આપી પોતાનો મોબાઈલ નંબર આપવામાં આવતો હતો અને ફોન કરનાર ખાસ કરીને લેડીઝને પોતાની યશ ફાઇનાન્સ કંપનીમાં રૂા. ૧૦,૦૦૦ના પગારથી એજન્ટ બનાવી, પર્સનલ, મોર્ગેઝ, જમીન, તબેલા, મરઘા કેન્દ્ર, પ્રધાનમંત્રી આવાસ યોજના, જેવી લોન લેવા ઇચ્છુક વ્યક્તિઓને શોધી, લોન અપાવવાની લાલચ આપી, લોન અપાવવા પેટે દસ દસ હજાર રૂપિયા ઉઘરાવી, એસબીઆઈ મેંદરડા ખાતેના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવા જણાવી, રૂપિયા ઉઘરાવી, લોન નહીં આપી તેમજ રકમ પણ પાછી નહી આપવાની મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી વિશ્વાસઘાતના ગુન્હાઓ આચરવામાં આવેલ છે. લોન ઇચ્છુક વ્યક્તિઓ દ્વારા દસ દસ હજાર જમા કરાવ્યા બાદ લોન નહીં મળતા, રાખવામાં આવેલ મહિલા એજન્ટની પરિસ્થિતિ દયનિય થઈ જાય અને લોકો એજન્ટની પાછળ પડતા હતા. આમ, આરોપીઓ દ્વારા લોન ઇચ્છુક વ્યક્તિઓ પાસેથી રૂપિયા ઉઘરાવી, એજન્ટોને મુશ્કેલીમાં મુકવામાં આવતા હતા. પોતાના એકાઉન્ટમાં રૂપિયા જમા થાય કે તુરત જ આરોપી દ્વારા રૂપિયા ઉપાડી લેવામાં આવતા હતાં.
પકડાયેલ આરોપી પ્રદીપ વિરાભાઈ ખાવડુ દ્વારા આશરે ૧૦૦ જેટલા લોકો પાસેથી જુદા જુદા એજન્ટો પાસેથી લોન અપાવવાના બહાને રૂપિયા ઉઘરાવવાની મોડસ ઓપરેન્ડીથી ગુન્હો આચરેલ હોઈ, આ પ્રકારના ગુન્હાઓ અન્ય જિલ્લામાં પણ એજન્ટો મારફતે આચર્યાની સંભાવના છે. એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા પકડાયેલ આરોપીએ કોઈ અન્ય જિલ્લામાં ગુન્હાઓ આચારેલા છે કે કેમ, બીજા કોઈ ગુન્હામાં વોન્ટેડ છે કે કેમ, અન્ય કોઈ આરોપીઓ આ ગુન્હાઓમાં સંડોવાયેલ છે કે કેમ ? વિગેરે મુદ્દાઓ બાબતે પુછપરછ હાથ ધરી, દિન પાંચના પોલીસ રીમાન્ડ ઉપર મેળવવા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!