ગુજરાત રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા દ્વારા ગુમ થયેલ બાળકો તથા સગીર વયની યુવતીઓને શોધી કાઢવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય જેનાં ભાગરૂપે જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને ગુમ તથા અપહરણ થયેલ બાળકો અને સગીર વયની યુવતીઓને શોધી કાઢવા માટે સૂચનાઓ કરવામાં આવેલ છે.
જૂનાગઢ જિલ્લાના ભેંસાણ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના રાણપુર ગામ ખાતેથી તા. ૧૧-૮-૨૦ ના રોજ રાત્રીના સમયે ફરિયાદીની સગીર વયની દીકરીને તેના માસીનો દીકરો એવો સગીર આરોપી અશોક (નામ બદલાવેલ છે.) લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી લઇ ગયેલ હતો. આ બાબતે ફરિયાદી દ્વારા ભેંસાણ પોલીસ સ્ટેશન ખાતે અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી.
જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર પી.આઈ. પી.એન.ગામેતી, ભેંસાણ પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.એ.જાડેજા, હે.કો. નરેન્દ્રભાઇ, પ્રભાતભાઈ, મહિલા પો.કો. રશ્મિબેન, સહિતના સ્ટાફની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવેલ હતી. પોલીસ તપાસ દરમ્યાન આરોપીના સગા સંબંધી મિત્રોની પૂછપરછ દરમ્યાન ભેંસાણ પોલીસને બાતમી મળેલ કે, આરોપી અને ભોગ બનનાર સગીરા હાલમાં જૂનાગઢ તાલુકાના માખીયાળા ગામમાં સીમમાં જ રહે છે જે મળેલ બાતમી આધારે ભેંસાણ પોલીસ ટીમ દ્વારા આરોપી અશોકભાઈ તથા ભોગ બનનાર સગીરાને શોધી કાઢી, આરોપીને પકડી પાડી, આરોપી અશોકભાઈની ધરપકડ કરવામાં આવેલ છે._
પકડાયેલ આરોપી અને ભોગ બનનાર બંને સગીર હોઈ, એકબીજાના સગા થતા હોય, મૂળ દાહોદ જીલાના રહેવાસી હોઈ, ખેત મજૂરી માટે આવેલ હોઈ, બંનેને પ્રેમ સંબંધ બંધાયેલ હતો, જેની ધરપકડ કરી, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર પી.આઈ. પી.એન. ગામેતી, ભેંસાણ પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.એ. જાડેજા, હે.કો. નરેન્દ્રભાઇ, પ્રભાતભાઈ, મહિલા પો.કો. રશ્મિબેન, સહિતના સ્ટાફની ટીમ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવતા, પકડાયેલ આરોપી આરોપી તથા ભોગ બનનારને પ્રેમ સંબંધ હોઈ, આરોપી અને ભોગ બનનાર સગીરા એકબીજા વગર રહી શકે તેમ ના હોઈ, બંને નાસી ગયેલ હોવાની કબૂલાત કરવામાં આવેલ હતી. નવાઈની વાત તો એ છે કે, ભોગ બનનાર સગીરાની ઉમર માત્ર ૧૩ વર્ષ અને ૨ માસ જ્યારે આરોપીની ઉમર માત્ર ૧૫ વર્ષ છે. હાલના સાંપ્રત સમયમાં નાની કુમળી વયના/ઉંમરના છોકરા છોકરી વચ્ચે પાંગરતા પ્રેમને ગુન્હો કરવા પ્રેરતી આ ઘટના સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો સાબિત થયેલ છે, જેને ધ્યાને લઈને આજના સાંપ્રત યુગના ટીન એજરોના માતા પિતાએ ચેતવાની જરૂરિયાત છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews