જૂનાગઢમાં સર્કીટ હાઉસ ખાતે મગફળીમાં પાક વીમાનું મહાકૌભાંડ અંગે ખેડૂત આગેવાનોની પ્રેસ કોન્ફરન્સ

જૂનાગઢમાં સર્કીટ હાઉસ ખાતે ઓલ ઈન્ડીયા કિસાન કોંગ્રેસના કો.ઓર્ડીનેટર અને વિસાવદર-ભેસાણના ધારાસભ્ય હર્ષદ રીબડીયા, જૂનાગઢ જિલ્લા કિસાન કોંગ્રેસના ચેરમેન મનીષ નંદાણીયા, જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જાેષી, ધારાસભ્ય બાબુભાઈ વાજા, જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોંકીયા તેમજ ખેડૂત આગેવાનો દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લામાં કપાસ બાદ મગફળીમાં પાક વીમાનું મહાકૌભાંડ આચરવામાં આવતું હોવાની સનસનીખેજ વિગતો આ પત્રકાર પરિષદમાં આગેવાનો દ્વારા આપવામાં આવી હતી. આ લખાય છે ત્યારે આ બેઠક ચાલી રહી છે અને ર૦૧૮માં ખરીફ પાકમાં શુન્ય ટકા પાક વીમો મળ્યો છે ત્યારે આ બાબતે ખેડૂતોએ પોતાની હૈયાવરાળ પણ ઠાલવી હતી અને રાજયના ખેડૂતો સાથે પાક વિમા પ્રશ્ને જે ગોલમાલ થઈ રહી છે તે અંગે વ્યથા ઠાલવી હતી અને વિગતો અપી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!