ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ૨૫ ઓગષ્ટથી બે તબક્કામાં પરીક્ષા લેવાશે

0

વૈશ્વિક મહામારી કોરોનાને કારણે શિક્ષણક્ષેત્ર ભારે પ્રભાવિત થયું છે. ત્યારે યુજીસી તેમજ સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે તકેદારીના તમામ પગલા સાથે જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આગામી તા.૨૫ ઓગષ્ટથી ૨૯ ઓગષ્ટ તથા ૧ સપ્ટેમ્બરથી ૧૦ સપ્ટેમ્બર સુધી બે તબક્કામાં યુ.જી. સેમેસ્ટર-૬, એલએલ.બી સેમેસ્ટર-૨, ૪ અને ૬, બી.એડ સેમેસ્ટર ૨ અને ૪, પી.જી. સેમેસ્ટર ૨ અને ૪, પી.જી.ડી.સી.એ તથા ડી.એમ.એલ.ટી ની પરીક્ષાઓ યોજવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં સવારના સેશનમાં કુલ ૭,૫૫૬ તથા બપોરના સેશનમાં કુલ ૫,૯૧૧ તથા બીજા તબક્કામાં સવારના સેશનમાં કુલ ૭,૦૧૪ તથા બપોરના સેશનમાં કુલ ૭,૦૦૫ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવાના છે. સોશ્યલ ડીન્ટન્સીંગ સહિતના નિયમોનું પાલન થઇ શકે તે માટે ૮૦ જેટલા પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા યોજવામાં આવશે. સાથે સાથે કોરોના દરમ્યાન વિદ્યાર્થીઓના વિશાળ હિતને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો બદલવાની પણ છુટ આપવામાં આવી છે. ઉપરાંત જે વિદ્યાર્થીઓ કોરોનાના કારણે પરીક્ષા આપવા ન ઇચ્છતા હોય તેઓ માટે ભવિષ્યમાં વૈકલ્પિક પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાની મહામારીને કારણે પરીક્ષાનો સમય પણ ૨ઃ૩૦ને બદલે ૨ કલાકનો કરવામાં આવ્યો છે. આ માટે ભક્તિ કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા બનાવેલ સ્ટુડન્ટ ફ્રેન્ડલી પોર્ટલ ઉપર રંંॅઃ//હ્વાહદ્બે.ખ્તૈॅઙ્મ.હીં/જંેઙ્ઘીહં ઈટટ્ઠદ્બ ઝ્રીહંીિ ઝ્રર્રૈષ્ઠી.ટ્ઠજॅટ લીંક દ્વારા વિદ્યાર્થીઓએ તા.૧૮ ઓગષ્ટ ૨૦૨૦ રાત્રીના ૧૨ વાગ્યા સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવા જણાવ્યું છે. પરીક્ષાના સમયપત્રક કેન્દ્રોની યાદી તથા બદલાયેલ પેપર સ્ટાઇલ સહિતનો સંપૂર્ણ માહિતી સાથેનો પરીપત્ર યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર મુકવામાં આવ્યો છે.

પરીક્ષા કેન્દ્રો પર તકેદારી રાખવાની રહેશે
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ડો.ચેતનભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીઓની સલામતી અને કોરોના સામેની તકેદારી ટોપ પ્રાયોરીટી છે. માસ્ક પહેરવું, સેનીટાઇઝરની વ્યવસ્થા તથા સોશ્યલ ડીન્ટન્સીંગ સહિતના તમામ પગલા દરેક પરીક્ષા કેન્દ્રો ઉપર લેવામાં આવશે તથા તેમનું સતત મોનીટરીંગ કરવામાં પણ આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!