જૂનાગઢ શહેર અને જીલ્લા ભાજપ પ્રમુખનો તાજ કોના શીરે ?

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ આગામી બુધવારે જૂનાગઢની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ફરી એક વાર ચર્ચા ઉઠવા પામી છે કે, જૂનાગઢ શહેર અને જીલ્લા ભાજપ પ્રમુખ પદનો તાજ કોના શીરે ? તે અંગેની અટકળો પણ વહેતી થઈ રહી છે અને જુદા જુદા સમાજના વરીષ્ઠ કાર્યકર્તાઓના નામો પણ વહેતા થયા છે.
ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે સી.આર. પાટીલની નિમણૂંક થયા બાદ ગુજરાત પ્રદેશના માળખામાં ટોપથી બોટમ સુધી ફેરફારો થવાના છે તેમજ સંગઠની પાંખને વધુ મજબુત બનાવાના પ્રયાસોના ભાગરૂપે બેઠકોનો દોર ચલાવી રહ્યા છે. બરાબર આ ટાંકણે જ જૂનાગઢ ખાતે પણ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ જૂનાગઢ આવી રહ્યા છે ત્યારે શહેર ભાજપ પ્રમુખ અને જીલ્લા ભાજપ પ્રમુખ કોણ ? તેવી ર્ચચા ઉઠવા પામી છે. જૂનાગઢ શહેર તેમજ જીલ્લા ભાજપ પ્રમુખોની વર્તમાન ટર્મ પુરી થઈ ચુકી છે અને નવી ટર્મની નિમણૂંક કરવાની છે ત્યારે બ્રાહ્મણ સમાજ, લોહાણા સમાજ, લેઉવા પટેલ સમાજ, કડવા પટેલ સમાજ, આહીર સમાજ કે અન્ય ઓબીસીમાંથી, સિન્ધી સમાજ, પ્રજાપતિ સમાજમાંથી કોઈની પસંદગી થશે કે કેમ ? તેવી ચર્ચા સાથે કેટલાક નામો પણ વહેતા થયા છે. જાે કે, શહેર ભાજપ અને જીલ્લા ભાજપ પ્રમુખ કોણ બનશે તે આગામી સમય જ કહે શે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!