બુધવારે ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ જૂનાગઢનાં મહેમાન

તાજેતરમાં જ નિમણૂંક પામેલા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આગામી બુધવારે ગિર સોમનાથ અને જૂનાગઢની મુલાકાતે આવી રહ્યા છે. જૂનાગઢ શહેર ભાજપ અને જીલ્લા ભાજપ દ્વારા સી.આર. પાટીલના શોભતા સામૈયા માટેની તડામાર તૈયારી કરી રહેલ છે અને શહેર ભાજપમાં ઉત્સાહ પ્રર્વતી રહ્યો છે.
ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ પદે નિમાયા બાદ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આગામી બુધવારે જૂનાગઢ અને ગિર સોમનાથની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે નવા પ્રમુખ સામે પોતાનો સારો દેખાવ થઈ શકે તે માટે ભાજપના જ કાર્યકર્તાઓ તૈયારી કરી રહ્યા છે. ફસ્ટ ઈમ્પ્રેસન ઈઝધ લાસ્ટ ઈમ્પ્રેસની માફક વટ પાડવા સક્રીય બન્યા છે. આગામી બુધવારે સી.આર. પાટીલ ગિર સોમનાથ ખાતે આવશે અને ત્યારબાદ સોમનાથ મહાદેવના દર્શન કરી તેમના આશીષ મેળવશે અને ત્યારબાદ જૂનાગઢ ખાતે આવશે. જૂનાગઢ ખાતે તેવો રાત્રી રોકાણ કરશે અને ૧૯ ઓગષ્ટ બુધવારે જૂનાગઢ શહેર ભાજપના કાર્યકર્તાઓ સાથે એક મહત્વની બેઠક પણ યોજી રહ્યા છે ત્યારે ર૦મી ઓગષ્ટના રોજ ગુરૂવારે જીલ્લા ભાજપ સાથે બેઠક કરનાર છે અને તે અંગે ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ પ્રર્વતી રહ્યો છે. નવ નિયુકત પ્રમુખ સામે સારો દેખાવ અને સારૂ વર્ચસ્વ સ્થપાઈ તે માટેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે અને જેને લઈને ભાજપના કાર્યકર્તાઓ તૈયારીમાં પડી ગયા છે અને પ્રમુખ પાસે સારી છાપ પડે તેના પ્રયત્નોને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!