જૂનાગઢ શહેર અને જિલ્લામાં હળવાથી ભારે વરસાદ : ગઈકાલે મેઘરાજાએ વિરામ લીધો

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં સાતમ અને જન્માષ્ટમીના દિવસથી વરસાદ વરસવો શરૂ થયો હતો અને આજ સુધીમાં અડધાથી ચાર ઈંચ જેવો વરસાદ વરસી ગયો છે. જાે કે, ગઈકાલે મેઘરાજાએ વિરામ લીધો હતો અને કયાંક હળવાથી ભારે વરસાદના ઝાપટાં તો કયાંક ધોધમાર વરસાદ વરસી ગયો હતો. શનિવારે અડધાથી ભારે વરસાદ વરસતાં ઠેર-ઠેર પાણી વહેવા લાગ્યાં હતાં. જૂનાગઢ જિલ્લામાં સિઝનનો કુલ વરસાદ ૧૧૧.૯૮ ટકા વરસી ગયેલ છે.
દરમ્યાન ગઈકાલે જૂનાગઢ શહેર અને જિલ્લામાં વરસાદ વરસ્યો હતો જેમાં જૂનાગઢ શહેર ૧ મીમી, જૂનાગઢ ગ્રામ્ય, ૧ મીમી, માંગરોળ ૧૦ મીમી, માળીયા ૧ર મીમી અને વંથલી -ર મીમી વરસાદ પડયો હતો. આજે સવારે ૬ થી ૮ દરમ્યાન કેશોદમાં ૪ મીમી, જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં ૬-૬ મીમી, માંગરોળમાં ર૦ મીમી, માણાવદર ૬, માળીયા હાટીના ૧૯, વંથલી ૮ તેમજ વિસાવદરમાં ૧ર મીમી વરસાદ વરસી ગયો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!