આવતીકાલે ભારતીય જનતા પાર્ટીનાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ જૂનાગઢની ખાસ મુલાકાતે આવી રહયા છે ત્યારે ભાજપ પ્રમુખનાં સામૈયા માટેની તૈયારી પુરજાેશથી ચાલી રહી છે. અને સારો દેખાવ થાય તે માટેની કામગીરી પૂર્ણતાનાં આરે થઈ રહી છે તો બીજી તરફ જૂનાગઢ શહેરનાં રસ્તાઓથી પરેશાન લોકો ભાજપનો આ તાલ જાેયા રાખે છે. લોકોમાં એવી પણ ચર્ચા ઉઠવા પામી છે કે ગુજરાત સરકાર દ્વારા જૂનાગઢ શહેરને વિકાસની ઉંચાઈએ આંબવા માટેની પ્રક્રિયામાં છુટા હાથે નાણાંની કોથળી છુટી મુકી દીધી છે. અને લાખો કરોડોની ગ્રાન્ટ મળવા છતાં જૂનાગઢ શહેરને હજુ સુધી સંપૂર્ણ પાયાની સુવિધા પ્રાપ્ત થઈ નથી. અને હાલ રસ્તાની આ સમસ્યાથી લોકો પિડાઈ રહયા છે ત્યારે લોકો છડેચોકે એવું પણ બોલી રહયા છે કે આવતીકાલે જયારે ભાજપનાં પ્રદેશ પ્રમુખ જૂનાગઢ ખાતે આવી રહયા છે ત્યારે આ પ્રમુખશ્રીની સવારીને કાળવા ચોકથી લઈ જવાહર રોડ, એમજી રોડ, વૈભાવ ફાટક, રેલ્વે સ્ટેશન પાસેનાં ફાટકથી બસ સ્ટેશન સુધીનો રોડ, ઝાંઝરડા રોડ, નેશનલ હાઈવે, બાયપાસ ઉપરથી પસાર કરાવવા જાેઈએ અને તો જ પ્રદેશ પ્રમુખને પણ જૂનાગઢ શહેરની સાચી સમસ્યાથી માહિતગાર થશે. જાે કે ભાજપ પ્રમુખ સામે જૂનાગઢની જનતા સર્વે વાતે સુખી છે તેવી ભ્રમણા ઉભી કરવાનાં પ્રયાસો પણ થઈ રહયા છે તેની સામે જૂનાગઢ શહેરમાં જાે ભાજપ પ્રમુખ વિવિધ માર્ગો ઉપરથી પસાર થાય તો તેને ખ્યાલ પડે કે પાયાની મુખ્ય સુવિધા એવા રસ્તાની હાલત જૂનાગઢ શહેરની કેવી છે ? લોકોની આ સમસ્યાથી માહિતગાર ભાજપનાં તમામ કાર્યકર્તાઓમાંથી આવતીકાલે જયારે પ્રદેશ પ્રમુખ સાથે બેઠક યોજવામાં આવે અને પ્રદેશ પ્રમુખ જૂનાગઢ શહેરની સ્થિતિ, જનતા સુખી છે કે દુઃખી, પ્રાથમિક સુવિધાઓ સહીતની તમામ બાબતોએ જયારે પુછપરછ કરે ત્યારે કોઈ કાર્યકર કે નેતા હિંમત બતાવી શકશે કે અમારા શહેરમાં લોકોને આટલી આટલી મુશ્કેલી પડી રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews