રાજકોટ શહેરનાં સેવાભાવી તબીબ ડો. જીતેન્દ્ર અમલાણીની ‘એઈમ્સ’ એકઝીકયુટીવ કમિટિમાં નિમણુંકને સર્વત્ર મળતો આવકાર

0

પ્રધાનમંત્રીનાં મહત્વકાંક્ષી પ્રોજેકટ અંતર્ગત ગુજરાત રાજયની ‘એઈમ્સ હોસ્પિટલ’ [All india institute of medical science(AIIMS)] મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં અથાગ પ્રયત્નોથી રાજકોટ શહેરને ફાળવેલ છે. જે સોૈ સોૈરાષ્ટ્રવાસીઓ માટે ગોેૈરવની બાબત છે. એઈમ્સ હોસ્પિટલનાં આગમનથી સમગ્ર સોૈરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારનાં લોકો માટે આશિર્વાદરૂપ બનશે. એઈમ્સ હોસ્પિટલનાં આગમનથી મેડીકલ ક્ષેત્રે રાજકોટ શહેર મહત્વનું સ્થાન પ્રાપ્ત કરશે. આ હોસ્પિટલને પાયાથી ઉભી કરવા જે એકઝીકયુટીવ કમિટિ નિમવામાં આવી છે તેમાં સમાજનાં શ્રેષ્ઠીઓ, ડોકટરો, રાજકારણીઓ તેમજ રાજય અને કેન્દ્ર સરકારનાં આરોગ્ય વિભાગનાં અધિકારીઓ સામેલ છે. ઉપરોકત એકઝીકયુટીવ કમિટિમાં ડો. જીતેન્દ્ર અમલાણીને ખૂબ જ અગત્યની જવાબદારી સોંપવામાં આવેલ છે. ડો. જીતેન્દ્ર અમલાણી રાજકોટ શહેરનાં સેવાભાવી નિષ્ણાંત સિનિયર યુરોલોજીસ્ટ છે તેમજ છેલ્લા રપ વર્ષથી રાજકોટની પી.ડી.યુ. મેડીકલ કોલેજ અને સિવીલ હોસ્પિટલ સાથે સંકળાયેલ છે. તેઓ સોૈરાષ્ટ્ર અને કચ્છની વિવિધ ટ્રસ્ટની હોસ્પિટલોમાં સેવાઓ આપે છે. તેમજ સમગ્ર ભારતમાં છેલ્લા રપ વર્ષથી વિનામૂલ્યે નિદાન કેમ્પનાં આયોજનમાં સક્રીય સહયોગ આપે છે, જેથી માનવતાવાદી કાર્યોને બિરદાવવા માટે યુરોલોજીકલ સોસાયટી ઓફ ઈન્ડિયા(વેસ્ટ ઝોન) તરફથી તેમને ગોલ્ડ મેડલ એનાયત થયેલ છે. ડો. જીતેન્દ્ર અમલાણી જેવા દ્રષ્ટિ ધરાવતા અનુભવી સિનિયર તબીબને ઉપરોકત જવાબદારી સોંપવાથી રાજકોટ અને સોૈરાષ્ટ્રની જનતા માટે આશિર્વાદરૂપ બનશે. રાજકોટ તેમજ સમગ્ર સોૈરાષ્ટ્ર અને કચ્છનાં સમાજનાં વરિષ્ઠ તબીબો અને શ્રેષ્ઠીઓ તરફથી તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!