ગીરનાર જંગલમાં મુશળધાર વરસાદને પગલે સોનરખ નદી, કાળવાનો વોંકળો બે કાંઠે વહેતા થયા

0

જૂનાગઢ શહેરમાં ગઈકાલે દોઢ ઈંચ અને ગીરનાર જંગલમાં ૩ ઈંચ વરસાદ વરસવાને પગલે નદી, નાળામાં બે કાંઠે પાણી વહેવા લાગ્યાં હતાં. ગીરનાર ક્ષેત્રમાં ધોધમાર વરસાદને પગલે કાળવાનો વોકળો, સોનરખ નદી વગેરેમાં પાણીની આવક થતાં પાણી બે કાંઠે વહેવા લાગ્યાં હતાં. જૂનાગઢનું નરસિંહ મહેતા સરોવર પણ ફરી છલકાઈ ગયું હતું. ગઈકાલે વહેલી સવારથી જ વરસાદ પડવાનું શરૂ થઈ અને છેક સાંજ સુધી વરસાદી માહોલ સર્જાયો હતો. ચાલુ સાલ શ્રાવણ માસમાં પણ અષાઢ માસ જેવું વરસાદી વાતાવરણ બની રહેલ હતું જેને લઈ અનરાધાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગઈકાલે કેશોદમાં ૧૪ મીમી, જૂનાગઢ શહેર ર૧, જૂનાગઢ ગ્રામ્ય ર૧ મીમી, ભેસાણ ૧૦, મેંદરડા ર૯, માંગરોળ ૧૬ અને વંથલીમાં ૩ મીમી વરસાદ પડયો હતો. આજે સવારના ૬ થી ૮ દરમ્યાન માળીયા હાટીનામાં ૬ મીમી વરસાદ વરસ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!