જૂનાગઢમાં સમસ્ત વણિક યુવા સમાજ દ્વારા બાળકોને નિઃશુલ્ક સ્ટેશનરીનું વિતરણ કરાશે

0

સમસ્ત વણિક યુવા સમાજ જૂનાગઢની યાદીમાં જણાવેલ છે કે, દર વર્ષની જેમ આ વર્ષે સમાજને ખુબજ ઉપયોગી ‘વણિક સ્ટેશનરી બજાર-ર૦ર૦’નું આયોજન કોરોના મહામારીને લીધે કરી શકાયેલ નથી પરંતુ સમાજના જરૂરી વિદ્યાર્થીઓ માટે સંસ્થા તરફથી ચાલુ વર્ષે નિઃશુલ્ક સ્ટેશનરી વિતરણ કરવાનું નકકી કરવામાં આવેલ છે. તા. ર૩-૮-ર૦ ને રવિવારે સવારે ૧૦ થી ૧૧.૩૦ વચ્ચે મોઢવાડી, જવાહર રોડ, વાંઝાવાડ પાસે દરેક સમાજ દ્વારા આવેલ નામોની યાદી મુજબના ૧૦૦થી વધુ બાળકોને સંસ્થા તરફથી સ્ટેશનરી કીટ વિતરણ કરવામાં આવશે. જેમાં ફુલસ્કેપ રજી.પ, બોલપેન-પ, આન્સ. બુક-પ, ફાઈલ, સ્ટેપલર, પીન, સેલોટેપ, કટર, પાઉચ, પેન્સીલ, સ્કેલ, રબ્બર, સંચો, વ્હાઈટનર, હાઈલાઈટર, બેગ, કલર, ગમસ્ટીક, પીંછી વગેરે મળી કુલ ૧૮ થી ર૦ વસ્તુ તદ્‌ન નિઃશુલ્ક આપવામાં આવશે જેથી દરેકે સમયસર ઉપસ્થિત રહી પોતાની કીટ મેળવી લેવાની રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના નવનીત શાહ, સુરેન્દ્રભાઈ ઘેડીયા તથા ભાવિનભાઈ શેઠના માર્ગદર્શન હેઠળ કમલેશભાઈ અલવાણી, હર્ષદભાઈ ટોલીયા, સમીરભાઈ પારેખ, મહેશભાઈ દેશાઈ, જતીનભાઈ પારેખ, હેમલભાઈ દોશી તથા યુવા સમાજની સંપુર્ણ ટીમ જહેમત ઉઠાવી રહેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!