ભૂમાફિયાઓ સાવધાન કડક કાયદો આવશે : ૧૪ વર્ષની જેલ જાેગવાઈ

0

ગુજરાતમાં એ જમીન પચાવી પાડવાના ખેલ કરનારા ભૂમાફિયાઓની હવે ખેર નથી. રાજ્ય સરકાર એક નવો કાયદો લાવી રહી છે. જેમાં આકરો દંડ અને કડક સજાની પણ જોગવાઇ છે. સરકાર જે કાયદો લાવી રહી છે જે હેઠળ દોષિતને ૧૪ વર્ષ સુધીની સજા થઇ શકે છે. રાજયમાં ધાકધમકી અને જોરજબરજસ્તીથી જમીન પડાવી લેવાના કિસ્સા વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર ભુમાફિયાઓ ઉપર કરેલ કસવા માટે એન્ટિ લેન્ડ ગ્રેબિંગ કાયદામાં સુધારો કરીને ૧૪ વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવા તૈયારી કરી રહી છે. રાજય સરકારના રેવન્યુ વિભાગ દ્વારા આ માટે ‘ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ(પ્રોહિબિશન) બિલ ૨૦૨૦’નો મુદ્દો તૈયાર કરવામાં આવ્યો છે. જેને વિધાનસભાના આગામી મહિને મળનાર ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે. આ પ્રસ્તાવિત બિલમાં ગુનો સાબિત થયો હોય તેવા કેસમાં ભૂમાફિયાઓને વધુમાં વધુ ૧૪ વર્ષની જેલની સજા અને ઓછામાં ઓછી ૧૦ વર્ષ સજાની જોગવાઈ કરવામાં આવી છે. આ અંગે જાણકારી ધરાવતા ઉચ્ચ સૂત્રોએ કહ્યું કે નવા પ્રસ્તાવિત કાયદા મુજબ જે ગુનેગાર સાબિત થશે તેમણે જે તે જમીનની જંત્રી જેટલો દંડ પણ ભરવો પડશે એક અહેવાલમાં જણાવ્યું છે. તેમજ જો આ ગુનો આચરનાર કોઈ કંપની હશે તો જયારે ગુનો આચરવામાં આવ્યો તે સમયે કંપનીમાં ભાગ ધરાવતા હોય તેવા દરેક વ્યકિત ગુનેગાર ગણાશે અને તેમની વિરૂધ્ધ કાયદેસર પગલા લેવામાં આવશે. સૂત્રોએ કહ્યું કે આ કાયદાનું બિલ ગત બજેટ સેશનમાં જ રજૂ થનાર હતું પરંતુ કોવિડ-૧૯ના પરિસ્થિતિને જોતા તે સમયે આ બિલ રજૂ કરવામાં આવ્યું નહોતું. રેવન્યુ વિભાગના ટોચના સૂત્રોએ કહ્યું કે આ પ્રસ્તાવિત કાયદો વધતા જતા જમીન પડાવી લેવાના ગુનાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. પછી તે વ્યકિતગત ગુનો હોય કે કંપની બનાવીને જમીન પડાવી લેવાનો ગુનો આચર્યો હોય, આ જમીન ધાકધમકી, જોરજબરજસ્તી, ગેરકાયદેસર રીતે પડાવી હોય, જમીન સરકારી હોય, સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની હોય, ટ્રસ્ટની હોય કે પછી વ્યકિતગત માલિકીની તમામ બાબતોને આ નવા કાયદામાં આવરી લેવામાં આવી છે. જમીન પડાવી લેતા આ ભૂમાફિયાઓ ખોટા દાવાઓ કરી છેતરપિંડી કરે છે. અનૈતિક જમીન દલાલો સાથે મળીને ખોટી રીતે જમીનના સોદા કરે છે અને લોકો સાથે છેતરપિંડી કરીને રૂપિયા પડાવી લે છે. આવી અનૈતિક અને ગેરકાયદે પ્રવૃત્તિ કાયમ માટે બંધ થવી જોઈએ.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!