હવે શહેરી વિસ્તારની પ્રજા માટે ભવિષ્યમાં એફોર્ડેબલ હાઉસીંગની તકોનું નિર્માણ થશે

0

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યનાં પાંચ મહાનગરોમાં ૭૦ માળથી ઊંચી ઈમારતો બનાવવા અંગે કરેલા નિર્ણયને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે આવકારી જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા દિન-પ્રતિદિન ગુજરાતના સર્વાંગી વિકાસ માટે થઈ રહેલ ઐતિહાસિક નિર્ણયની શ્રુંખલામાં વધુ એક ઉમેરો થયો છે. જ્યારે રાજ્યના શહેરી વિસ્તારમાં મકાનોની માંગ સતત વધી રહી છે ત્યારે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર મહાનગર વિસ્તારમાં ૭૦ માળ જેટલી ઊંચી ઈમારતો બાંધવાની અપાયેલી મંજૂરીને કારણે શહેરી વિસ્તારમાં નાગરિકો માટે ભવિષ્યમાં એફોર્ડેબલ હાઉસીંગની તકોનું નિર્માણ થશે. સી.આર. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યની ભાજપ સરકારના આ ઐતિહાસિક નિર્ણયથી પાંચ મહાનગરોના વિસ્તારની સર્વીસ લેંડનો મહત્તમ ઉપયોગ થઈ શકશે અને વર્ટીર્ક ડેવલપમેન્ટ થવાથી વિદેશ જેવા સ્કાયસ્ક્રેપર્સ હવે ગુજરાતમાં પણ જાેવા મળશે જેનાથી આ પાંચ મહાનગરોની કાયાપલટ થઈ સુંદરતામાં વૃદ્ધિ થશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!