રાજ્યમાં કોરોનાની ગતિ સસલાની દોડ જેવી જ્યારે ટેસ્ટિંગની પ્રક્રિયા કાચબાની ચાલ સમાન

0

રાજ્યમાં કોરોનાનો કહેર જાણે ઘટવાનું નામ લેતો ન હોય તેમ લાગી રહ્યું છે. કેમ કે છેલ્લા ઘણા સમયથી સરેરાશ રોજના એક હજાર નવા કેસ નોંધાય છે. ત્યારે સરકારી તંત્ર કોરોનાને કાબૂમાં લેવા અસરકારક કામગીરી કરી ટેસ્ટિંગમાં વધારો કર્યો હોવાનો દાવો કરે છે. પરંતુ રાજ્યમાં વસ્તી પ્રમાણે કોરોનાના ટેસ્ટિંગ ઉપર નજર કરીએ તો હકીકત ખબર પડે છે. રાજ્યમાં ૬ કરોડની વસ્તી સામે ૬ મહિનામાં માત્ર ૧૩.૫૮ લાખ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જે રાજ્યની વસ્તીની તુલનામાં માત્ર ૨.૨ ટકા જ છે. એટલે ગતિશીલ ગુજરાતમાં વસ્તી પ્રમાણે કોરોનાનું
ટેસ્ટિંગ કાચબાની ગતિમાં ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં દરેક મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી, જેમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને ગુજરાત સહિતનાં કેટલાક રાજયોને કોરોના ટેસ્ટિંગ વધારવા માટે ટકોર કરી હતી. વડાપ્રધાનની ટકોર બાદ છેલ્લા એક સપ્તાહથી ગુજરાતમાં કોરોના ટેસ્ટિંગમાં પ૦ હજાર કે તેથી વધુ કરવામાં આવી રહ્યો છે. ૧૭ ઓગષ્ટની સાંજે જાહેર કરવામાં આંકડા પ્રમાણે રાજયમાં અત્યાર સુધીમાં ૧૩,પ૮,૩૬૪ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજયની ર૦૧૧નાં વસ્તી ગણતરીનાં આંકડા પ્રમાણે ૬ કરોડની વસ્તીની સરખામણીએ કુલ વસ્તીની તુલનાએ માત્ર ર.ર ટકા જ ટેસ્ટિંગ ગુજરાતમાં કરવામાં આવ્યું છે તેમાં પણ ઉત્તર ગુજરાતમાં ત્યાંની કુલ વસ્તી પ્રમાણે ૧.૧ અને કચ્છમાં એ જ પ્રમાણે ૧ ટકા ટેસ્ટીંગ કરાયું છે. જે દર્શાવે છે કે રાજયમાં હજી પણ આક્રમકતા સાથે ટેસ્ટીંગ વધારવાની જરૂર છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!