બિલખા ગ્રામ પંચાયતનાં સરપંચ મહેન્દ્ર નાગ્રેચાને જન્મ દિવસે શુભેચ્છા

બિલખા ગ્રામ પંચાયતનાં સરપંચ મહેન્દ્ર નાગ્રેચાનો આજે જન્મ દિવસ હોય તે નિમિત્તે શુભેચ્છકો તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. બિલખા ગામમાં ગ્રામ પંચાયતનાં સરપંચ પદે નિયુકત થયા બાદ પ્રજાકીય પ્રશ્નને સતત ઉકેલવામાં મહત્વની કામગીરી કરનાર સરપંચ મહેન્દ્ર નાગ્રેચાને આજનાં જન્મ દિવસ પ્રસંગે સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકનાં પ્રતિનિધિ સુલ્તાન ચૌહાણ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ ઉપરાંત સ્નેહી મિત્રો, શુભેચ્છકો દ્વારા પણ અભિનંદન પાઠવવામાં આવી રહયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે બિલખા ગ્રામ પંચાયતનાં સરપંચ મહેન્દ્ર નાગ્રેચાનાં દાદા સ્વ. દુર્લભજીભાઈ નાગ્રેચા એક સ્વાતંત્ર્ય સેનાની હતાં અને સત્તા અને સંપત્તિથી દૂર રહી કાયમને માટે લોકહિતનાં કાર્યો સતત કરવામાં આવ્યા હતાં. આજે પણ બિલખા અને આસપાસનાં વિસ્તારની જનતા સ્વ. દુર્લભજીભાઈ નાગ્રેચા તથા તેમનાં ધર્મપત્નિ સ્વ. વિજયાલક્ષ્મીબેન નાગ્રેચા (સરપંચનાં દાદા-દાદી) તથા તેમનાં પુત્ર સ્વ. વાસુદેવભાઈ નાગ્રેચા (સરપંચનાં પિતા)નાં સેવાકીય કાર્યને યાદ કરી રહી છે. આ ઉપરાંત સરપંચનાં માતુશ્રી પુષ્પાબેન વાસુદેવભાઈ નાગ્રેચા હાલ તાલુકા પંચાયતમાં સેવા આપી રહયા છે. વિશેષમાં આજનાં દિવસે જ પૌત્ર મહેન્દ્ર નાગ્રેચા અને દાદા સ્વ. દુર્લભજીભાઈ નાગ્રેચાનો જન્મ દિવસ છે તે પણ અજબ સંયોગ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!