દ્વારકા જીલ્લામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સ્વૈચ્છાએ લાભ જતા કરવા અપીલ

0

ગુજરાત સરકારની તા. રર-૭-ર૦૧૪ની જાેગવાઈઓ મુજબ રેશનકાર્ડથી વિતરણ કરવામાં આવતાં અનાજ એ ફકત ગરીબો માટેની યોજના છે અને ૩ કે ૪ પૈડાવાળું વાહન ધરાવતા હોય જે કુટુંબનો સભ્ય સરકારી કર્મચારી હોય, જે કુટુંબનાં સભ્યની માસિક આવક રૂા. ૧૦ હજાર હોય, કુટુંબનો સભ્ય આવકવેરો કે વ્યવસાય વેરો ભરતો હોય, શહેરી વિસ્તારમાં પાકુ મકાન ધરાવતો હોય વગેરે જેવી સુવિધાઓ ભોગવતા રેશન કાર્ડ ઘારકો સરકારને પાત્રતા ધરાવતા ન હોય જેથી આવા કાર્ડ ઘારકોને આગામી તા. ૩૦-૯-ર૦ સુધીમાં સ્વેચ્છાએ પોતાનો એનએફએસએ-૧૩ હેઠળ મળતો હકક જાે કરવા માટે દ્વારકા મામલતદાર કચેરીની પુરવઠા શાખામાં સંપર્ક કરી રેશનકાર્ડની નકલ આપી અરજી રજુ કરવા જણાવવામાં આવેલ છે. અન્યથા ઝુંબેશરૂપી તપાસ હાથ ધરવામાં આવશે અને ઉપર મુજબની સુવિધાઓ ભોગવતા હોવા પુરાવા માલુમ પડશે તો વહીવટી તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!