ગુજરાત રાજયસરકારની એક મહત્વપૂર્ણ યોજના કલ્પસર યોજના છે જે અંતર્ગત વિકાસના કામો કરવાનાં હોય છે પરંતુ આ યોજના અંતર્ગત કોઈ કામો થયા છે કે તેની વિગત માંગવામાં આવી હતી. જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. હર્ષ એન્ટરપ્રાઈઝના અતુલ શેખડાએ માહિતી અધિકાર કાયદા હેઠળ વિગતો માંગી હતી. જે અંતર્ગત અધિક્ષક ઈજનેર ભાવનગર દ્વારા જવાબમાં જણાવ્યું હતું કે, ખંભાતનાં અખાતનાં વિકાસની પરી યોજના અમલીકરણ એકમ ૧ ભાવનગર દ્વારા જે વિગતો આપવામાં આવી છે તેમાં ખંભાત કલ્પસર યોજનાનું ખાતમુર્હુત હાલની તકે થયું નથી. આ યોજનાને મળેલ એનવાયરમેન્ટ કલીયરન્સ અંગે કાર્યવાહી હાથ ધરાશે. તેમજ આ યોજનાના અહેવાલ બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે. આ યોજના સત્વરે શરૂ કરી અને વહેલી પુરી કરવા આયોજન કરેલ છે. કલ્પસર યોજનાનાં પુર્ણ શકયતા દર્શી અહેવાલ તૈયાર કરવા માટે અત્રેની કચેરીની તા.૩૧-૭-ર૦ર૦ સુધીમાં રૂા.૧૪,પ૬૯.૩૩નો ખર્ચ થવા પામેલ છે. પરંતુ હજુ સુધી કોઈ આગળની કાર્યવાહી થઈ નથી તેવો જવાબ આપ્યો હતો. જેથી આ કલ્પસર યોજના માત્રને માત્ર કાલ્પનીક બની રહે તો નવાઈ નહીં. માત્ર દરવખતે બજેટમાં કલ્પસર યોજનાના ગુણગાન ગવાય છે. પરંતુ આ યોજના કયારે શરૂ થશે? કયા વિસ્તારને લાભ મળશે ? કેટલી જમીન ડુબમાં આવશે? તેની કોઈ વિગતો બહાર પડાઈ નથી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews