માંગરોળમાં ઘન કચરાનાં નિકાલ માટે નવનિયુકત પદાધિકારીઓને રજુઆત

0

માંગરોળ શહેરની પ્રજા અને નગરપાલિકાનાં સતાધીશો માટે શિરદર્દ સમાન બનેલા ઘન કચરાના નિકાલના પ્રશ્ને નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ દ્વારા જીલ્લા કલેકટરને રજૂઆત કરી ડમ્પિંગની જગ્યાનું પાંચ દિવસમાં નિરાકરણ નહીં આવે તો લોકોને સાથે રાખી અહીંથી પસાર થતા નેશનલ હાઈવેને ચક્કાજામ કરવાની ચિમકી આપી છે.
શહેરમાંથી એકત્ર થતા કચરાના નિકાલ માટે લાંબા સમયથી જગ્યા ન ફાળવાતા મોટાભાગના વિસ્તારો ગંદકીનું ઘર બન્યા છે. અનેક જગ્યાઓ ફાળવાયા બાદ લોકરોષ અને વિરોધને પગલે તંત્રને પીછેહઠ કરવાની ફરજ પડી છે. ત્યારે હાલમાં ડમ્પિંગના અભાવે કચરાનો ભરાવો થઈ રહ્યો છે. કોરોના વાયરસના સંક્રમણ, ચોતરફ ગંદકી અને સતત વાદળછાયા વાતાવરણને પગલે ઘરે ઘરે માંદગીના ખાટલા છે. દૈનિક એકત્ર થતા ૨૦ થી ૨૨ ટન કચરાના નિકાલ તેમજ આરોગ્યના મુદ્દે ઉભી થયેલી ગંભીર સ્થિતિ અંગે છેલ્લા આઠ માસથી ઉચ્ચકક્ષાએ અનેક રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ તેનો નિવેડો આવ્યો નથી. ઘન કચરાના નિકાલની જમીનનું પાંચ દિવસમાં નિરાકરણ નહીં આવે તો લોકોના આરોગ્યના પ્રશ્ને, લોકોને સાથે રાખી દ્વારકા-સોમનાથ નેશનલ હાઈવે પર કેશોદ ચોકડી પર ચક્કાજામનું આંદોલન કરી તે જગ્યાએ જ કચરો ઠાલવવાની ફરજ પડશે તેમ જણાંવાયુ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!