તાજેતરમાં કોવિડ-૧૯ની મહામારી અંતર્ગત માર્ચ ૨૦ થી મધ્યાહન ભોજન યોજનામાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે હેતુથી મધ્યાહન ભોજન યોજના બંધ કરી ફૂડ સિક્યોરિટી એલાઉન્સિસ અનુસાર અનાજ વિતરણ જે બાળકોને મહિનાનું ૨ કિલો અનાજ અને શાકભાજી,મરી મસાલા, ગેસ માટે મહિનાના ૧૫૦ રૂપિયા ચૂકવાય છે.આ માટે રાજ્યનું મહિને ૪૫ થી ૫૦ કરોડનું બિલ ચૂકવાતું હોવા છતાં એક બાળકને માત્ર ૨ કીલો અનાજ અને ૧૫૦ રૂપિયા રોકડા મળે છે. આ મુદા ધ્યાને લઇ બાળકોને આરોગ્યપ્રદ અને ગરમા ગરમ રાંધેલો ભરપેટ ખોરાક મળી રહે તે હેતુથી અન્ય રાજ્યની માફક કર્મચારી મારફતે બાળકોને ભોજન મળી રહે તે હેતુથી સરકારની ગાઈડલાઈન મુજબ કોરોનાના તમામ નિયમો પાળવા સાથે મધ્યાહન ભોજન યોજના ચાલુ કરવા સેન્ટ્રલ ટ્રેડ યુનિયન જુનાગઢના આગેવાન બટુકભાઈ મકવાણા, જિશાન ભાઈ હાલેપોત્રા, મુનાબાપુ, અમિતભાઇ પટેલ, મધ્યાહન ભોજન જૂનાગઢ ગ્રામ્યના પ્રમુખ પ્રફુલભાઇ વાવેચા,રમેશભાઈ કામલિયા તેમજ અન્ય આગેવાનોએ ગુજરાત રજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સંબોધતું આવેદનપત્ર જૂનાગઢ જિલ્લા કલેકટરને તા. તા.૨૮/૮/૨૦ શુક્રવારે બપોરે ૧૨ વાગ્યે આપવામાં આવશે તેમ યાદીમાં જણાવાયું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews