ભારે વરસાદ અને નદીઓમાં આવેલા ઘોડાપુરથી માંગરોળનો ઘેડ વિસ્તાર જળ બંબાકાર થઈ ગયો છે. અનેક ગામડાઓમાં નજર પહોંચે ત્યાં સુધી પાણી ભરાયા છે. ત્યારે ઓસા ગામમાં ચોતરફ પાણી વચ્ચે ત્રણ દિવસથી ફસાયેલા બે યુવાનો સહિત ત્રણને એનડીઆરએફની ટીમે રેસ્કયુ કરી જીવ બચાવ્યા હતા. રકાબી જેવો ભૌગોલિક વિસ્તાર ધરાવતા માંગરોળ તાલુકાના ઘેડ પંથકમાં ઓસા, સાંઢા, સરમા, સામરડા સહિતના ગામોમાં ઓઝત અને ભાદર નદીના પાણી ફરી વળતા ચારેબાજુ દરીયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ખેતરોમાં પાકનું ધોવાણ થયું છે. જમીન ત્યાં જળની સ્થિતિ વચ્ચે ઓસા નજીક નવલખા ડેમ પાસે લોકો ફસાયા હોવાની જાણ થતા છ સદસ્યોની એનડીઆરએફની ટીમ તથા આ વિસ્તારથી પરિચિત લોકોની ટીમ હોડી મારફતે તે સ્થળ સુધી પહોંચી હતી અને ત્યાંથી બે યુવાનોને રેસ્કયુ કર્યા બાદ અન્ય એક જગ્યાએ ફસાયેલી મહિલાને પણ બચાવી લેવાઈ હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews