ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની પણ ટીમ ધીરૂભાઈ અને આગેવાનોએ લીધી મુલાકાત : સંગઠનના મુદે ચર્ચા

0

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખ સી.આર.પાટીલે તાજેતરમાં જ જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાનો પ્રવાસ કર્યો હતો. અને આગેવાનો સાથે મહત્વની બેઠક યોજવામાં આવી હતી. આ દરમ્યાન ગઈકાલે મહાનગરપાલીકાનાં પદાધિકારીઓ ટીમ ધીરૂભાઈ ગોહેલ અને શહેર ભાજપનીટીમ ગાંધીનગરની મુલાકાત દરમ્યાન પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને પણ મળ્યા હતાં. અને ભારતીય જનતા પાર્ટીનાં સંગઠન માળખા અંગેની પણ રજુઆતો અને ચર્ચા થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ પ્રમુખ તરીકે નવનિયુકત થયા બાદ સી.આર.પાટીલ દ્વારા આગામી દિવસોમાં ટોપ થી બોટમ સુધી ગુજરાતનાં દરેક જીલ્લાનાં શહેર અને પદાધીકારીઓની નિમણૂંક માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. અને એકાદ માસ માજ આ કામગીરી પુર્ણ થાય તેવી નિર્દેશો મળી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!