જૂનાગઢના દોલતપરામાં આવેલા રામદેવપરા વિસ્તારમાં શંકરના મંદિર નજીક બનેલા એક બનાવમાં સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ પૂજાબેન કિશનભાઈ મકવાણા (ઉ.વ. ર૭, રહે રામદેવપરા શંકરના મંદિર સામે, દોલતપરા, જૂનાગઢ)એ અસલમ ઉર્ફે છમીયો ઓસમાણભાઈ સીડા, સલમાન ઉર્ફે સલીયો, સલમાનનો ભાઈ કારીયો અને અકુડો (રહે. તમામ જૂનાગઢ) સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ કે
તા. ર૭-૮-ર૦ર૦ના રોજ ફરિયાદી તેના ઘરની સામે માથાકુટ થતી હોય તે અગાશી ઉપર હતા ત્યારે આરોપીઓએ પોતાની કારમાં આવી ફરિયાદીને ઘરમાં જતા રહેવા કહી ગાળો આપી હતી. ત્યારબાદ આરોપીઓએ લોખંડનો પાઈ, છરી બતાવી સોડા બાટલીના છુટા પથ્થરના ઘા કરી અસ્લમ ઉર્ફે છમીયો ઓસમાણભાઈ સીડાએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હથિયારબંધી જાહેરનામાનો ભંગ કર્યાની એ ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં એ ડીવીઝન પીએસઆઈ વી.આર. ચાવડાએ તપાસ હાથ ધરી છે. જયારે સામા પક્ષે અસલમ ઉર્ફે છમીયો ઓસમાણભાઈ સીડા (ઉ.વ. ર૯, રહે. અદિત્ય મેઈન રોડ, નારાયણનગર, ખામધ્રોળ રોડ, જૂનાગઢ)એ સુભો મકવાણા, પીન્ટુ મકવણા, શિવો મકવાણા, રવી મકવાણા, ગજાે મકવાણા(રહે. તમામ જૂનાગઢ) વિરૂધ્ધ એ ડીવીઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે,
તા. ર૭-૮-ર૦ર૦ના રોજ આ કામના ફરિયાદીના સાળા જુસબ ઉર્ફે કાળો તૈયબભાઈ વિશળ (રહે. રામદેવ પરા, જૂનાગઢ)ના મિત્ર રાજુ કલાલ(રહે. ભારતમીલ, જૂનાગઢ) સુભો મકવાણા પાસે પૈસા લેવા જતાં તેણે રાજુ કલાલને થપ્પડ મારી, સાહેદ જુસબને ધોકો મારતા બંનેએ આ કામના ફરિયાદી પાસે જઈ હકીકતની જાણ કરતાં આ કામના ફરિયાદી તથા સાહેદ બંનેને સમાવાળાઓ પાસે સમાધાન કરવા માટે જતાં આરોપી નં. ૧ એ તેના ધારીયા વડે ફરિયાદીને ઈજા કરી, પાડી દઈ તહોમતદાર નં. પ એ તેના હાથમાંથી છરી વડે ફરિયાદીને પેટના ભાગે ઈજા કરી તેમજ આરોપી નં. ર, ૩ અને ૪ એ ફરિયાદી તથા સાહેદને આડેધડ ઢીકાપાટુ મારી ઈજા કરી તેમજ સાહેદ સમીનાબેન, ફરિયાદી અને સાહેદને છોડાવવા જતાં આરોપીઓ પૈકી કોઈએ તેમને માથાના ભાગે ઈજા કરી, આ કામના તમામ આરોપીઓએ એક સંપ કરી, ગેરકાયદે મંડળી રચી ફરિયાદીને જાનથી મારી નાખવાના ઈરાદે માથામાં તથા પેટના ભાગે ઈજા કરી સાહેદ જુસબભાઈને માથામાં, કોણીમાં તથા વાંસામાં તિક્ષ્ણ હથિયારો વડે ઈજા કરી હથિયાર બંધીના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવતાં એ ડીવીઝન પોલીસ કોન્સ. આર.જી. ચૌધરીએ વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews