કોરોનાની મહામારીના લીધે શાળાઓમાં વર્ગખંડમાં શૈક્ષણિક કાર્યબંધ છે છેલ્લા ૫ માસથી શાળાઓના દરવાજા બંધ હોય છતા પણ ખાનગી શાળાના સંચાલકો ફી મામલે ઉઘરાણી કરતા હોવાની રાવ ઉઠી હતી અને વિરોધ વંટોળ થયો છે. ત્યારે અમદાવાદની કેટલીક ખાનગી શાળાના સંચાલકો દ્વારા કોર્ટના દબાણવશ થઇ માનવતા દાખવી ફીમાં ૨૫ ટકાની રાહત આપવામાં આવી હતી જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં પણ ખાનગી શાળાના સંચાલકો દ્વારા આ ર્નિણય કયારે લેવામાં આવશે ? તેવો સવાલ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ઉઠી રહ્યો છે. જૂનાગઢ તથા રાજકોટમાં ૮૦૦થી વધારે ખાનગી શાળાઓ આવેલી છે અને વિવિધ પ્રકારની ફિ વસુલવામાં આવે છે ત્યારે કોરોના કાળમાં અભ્યાસક્રમ બંધ હોવા છતાં પણ ફિની ઉઘરાણી કરવામાં આવે છે અને ફિ નહીં ભરનાર વાલીઓના બાળકોની એલસી અને પરિણામો અટકાવી દેવાની ધમકી આપવામાં આવે છે તેમજ પરીણામ અને એલસી જોઇતુ હોય તો ફિ ભરી જવા દબાણ કરવામાં આવતું હોવાની રાવ ઉઠવા પામી હતી. આ બાબતે જૂનાગઢ શહેરમાં આંદોલનો અને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. ફિનો મુદ્દો કોર્ટમાં જતા કોઇપણ સરકાર અને ખાનગી શાળાના સંચાલકોને બેઠક કરી યોગ્ય ર્નિણય લેવા જણાવ્યું હતું અને ટ્યુશન ફિ સીવાયની તમામ પ્રકારની ફિ નહીં ઉઘરાવવા તાકીદ કરી હતી. બાદમાં રાજય સરકાર દ્વારા પણ પરિપત્ર જાહેર કરાયો હતો. જેનો ઉલાળ્યો પણ કરવામાં આવ્યો હતો અને ફિ માટે દબાણ કરવામાં આવ્યું હતું. ત્યારે કોરોનાની મહામારીમાં કામધંધા બંધ હોય આવક ઘટતા બચત મૂડી ખર્ચી નાખનાર અને આર્થિક રીતે ભાંગી પડેલા વાલીઓની પરિસ્થિતિને ધ્યાને રાખી અમદાવાદના ખાનગી શાળાના કેટલાક સંચાલકો દ્વારા વાલીઓને ૨૫ ટકા ફિમાં રાહત આપી હતી જયારે ભાવનગરની અમુક સ્કૂલોએ ફીમાં મોટી રકમ માફ કરી છે અને તેની જાહેરાત કરવામાં આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓ રાહત અનુભવી રહ્યા છે. ર્સ્વનિભર શાળા સંચાલકો મહામંડળના અધ્યક્ષ રાજકોટના હોય ત્યારે આ બાબતે જૂનાગઢ તથા રાજકોટમાં પણ ખાનગી શાળા સંચાલકો દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓને રાહત આપવામાં આવે તેવી ચર્ચા શહેરભરના વાલીઓમાં થઇ રહી છે. રાજકોટમાં આવા પ્રકારનો ર્નિણય કયારે લેવાશે ? તેવા સવાલો વાલીઓમાં ઉઠી રહ્યા છે.
સરકાર અને હાઈકોર્ટના ર્નિણયની રાહ
ફીનો મુદ્દો હાલ હાઈકોર્ટમાં છે અને અમદાવાદમાં ૨૫ ટકા ફિની રાહત આપવામાં આવી છે તે આવકાર્ય છે પરંતુ હાલ જે મુદ્દો કોર્ટમાં તેના ર્નિણયની રાહ જોવામાં આવી રહી છે. સરકાર અને હાઈકોર્ટના દિશા નિર્દેશ અને ર્નિણયની રાહ જોવામાં આવે છે તે મુજબ રાજકોટમાં ર્નિણય લેવામાં આવશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews