હઝરતે ઈમામે આલી મુકામની યાદમાં મસ્જીદે રઝામાં શાનદાર જલ્સાનું આયોજન

ખાનકાહે રઝવિય્યાહ નૂરીય્યાહ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મસ્જીદે રઝામાં તા.૩૦-૮-ર૦ રવિવારનાં રોજ સવારે ૯ઃ૩૦ કલાકે હઝરત ગુલઝારે મિલ્લત યોૈમે આશુરાનાં નવાફીલની નમાઝ તરતીબ સાથે અદા કરાવશે. તેમજ બપોરે ૧ઃ૦૦ થી ૩ઃ૦૦ વાગ્યા સુધી મસ્જીદે રઝામાં તાજદારે કરબલા હઝરત ઈમામે આલી મુકામ રદીઅલ્લાહો તઆલા અન્હોની યોૈમે શહાદતનાં મોૈકા ઉપર શાનદાર જલ્સાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં જૂનાગઢ ખાનકાહે રઝવિય્યાહ નૂરીય્યાહનાં ગાદીનશીન પીરે તરીકત ગુલઝારે મિલ્લત હઝરત અલ્લામાં ગુલઝાર અહમદ સાહબ નૂરી ઈમામે આલી મુકામની શાનમાં શાનદાર તકરીર ફરમાવશે. જલ્સા બાદ હુઝુર અમીરે અહલે સુન્નત હઝરત અલ્લામાં પીર નૂરમુહંમદ મારફાની સાહબ રહમતુલ્લાહી તઆલા અલયહે તેમની હયાતે ઝિંદગીમાં જે તબરૂકાત સુરક્ષીત રાખેલ હતી તે તબરૂકાત જેવી કે હઝરત સૈયદના આદમ અલયહીસ્સલામ કે જેનાં કદમ મુબારક જે કપડામાં છે તે તથા હઝરતે ખાતુને જન્નત સેૈયદા ફાતેમાતુઝહરા રદીઅલ્લાહુ તઆલા અન્હાના મકાનનું પથ્થર, સૈયદના ઈમામે હસન, સૈયદના ઈમામે હુસેન તથા હઝરત ઐય્યુબ અનસારી, હઝરત દાઈ હલીમાનાં મકાનનું પથ્થર તેમજ કરબલા શરીફમાં જે જગ્યાએ સરકાર ઈમામે આલી મુકામ શહીદ થયા તે જગ્યાની માટી શરીફ જેવા અનમોલ તબરૂકાતની ઝિયારત કરાવવામાં આવશે. આ સિવાય (પપ) જેવી અનમોલ તબરૂકાત હઝુર અમીરે અહલે સુન્નત રહમતુલ્લાહી તઆલા અલયહે તેમની હયાતે ઝિંદગીમાં સુરક્ષીત કરેલ તે આજે પણ તેમનાં સુપુત્ર અને ખાનકાહે રઝવિય્યાહ નૂરીય્યાહનાં ગાદીનશીન હઝરત ગુલઝાર અહમદ સાહબ નૂરી પાસે ખાનકાહે રઝવિય્યાહ નૂરીય્યાહમાં સુરક્ષીત છે. તો આ મોૈકાનો લાભ લેવા તેમજ તબરૂકાતની ઝિયારત કરવા સર્વે મુસ્લીમ બિરાદરો બહોળી સંખ્યામાં હાજરી આપી સવાબે દારૈન હાસીલ કરશો તેમ ખાનકાહે રઝવિય્યાહ નૂરીય્યાહ દ્વારા જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!