માંગરોળનાં રહેવાસી શ્રી મહંમદ યુસુફ ચાંદ દ્વારા જૂનાગઢમાં આવેલી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો કચેરી ખાતે ૬-૩-ર૦૧૮નાં એક ફરીયાદ અરજી મોકલી હતી. જેમાં રૂા.રપ.૮૯ કરોડ ગુજરાત અર્બન ડેવલપ મિશન પાણી પુરવઠા યોજનામાં રાજકોટનાં કોન્ટ્રાકટર ફોન્સીક કંપની દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર કરેલ હોવાની વિગતો ફરીયાદમાં દર્શાવવામાં આવી હતી. હાલ આ કેસની તપાસ એન્ટી કરપ્શન બ્યુરોનાં પી.આઈ. એમ.એમ.વાઘેલા ચલાવી રહયા છે. અરજદારને રેકર્ડ પુરાવા સાથે ત્રણ દિવસમાં કચેરીએ નિવેદન લખાવવા માટે રૂબરૂ ઉપસ્થીત રહેવા જણાવવામાં આવ્યું છે. પાણી પુરવઠા યોજનામાં પાઈપ લાઈન નાંખવા પ્રશ્ને ર૦૧૬થી ઉચ્ચકક્ષાએ ફરીયાદ કરવામાં આવી હતી. તેની તપાસ ર૦ર૦ના રોજ કરવા ફરીયાદીને આ પ્રશ્ને પાઈપ લાઈન પ્રશ્ને જે આધાર પુરાવા હોય તે સાથે લાવીને જવાબ રજુ કરવા જણાવવામાં આવેલ છે. તપાસ શરૂ થતા માંગરોળ નગરપાલિકામાં આ પ્રશ્ને ભારે દેકારો બોલી ગયો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews