કોરોનાની મહામારીનાં સમયમાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું જાેઈએ તેવો પ્રવર્તી રહેલો મત

0

માર્ચમાંથી જૂનાગઢ સહિત દેશમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. અને ત્યારથી આજ દિવસ સુધી આરોગ્ય વિભાગની સંપુર્ણ ગાઈડ લાઈનનું લોકો પાલન કરી રહયા છે. લોકડાઉન અનલોકનાં કાર્યક્રમો પણ યોજયા અને કોરોના સાથે જ જીવવુ પડશે. અને તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો હોય લોકો માસ્ક, સેનીટાઈઝર અને આરોગ્ય વિભાગની ગાઈડ લાઈનનું પાલન કરતા હોવા છતાં સતત મૃત્યુદર વધી રહયો છે. આવા સંજાેગોમાં વેપાર- ધંધા રોજગારને સંપુર્ણ અસર પહોંચી છે. શાળા- કોલેજાે સરકારશ્રીનાં આદેશ મુજબ બંધ હોવાના કારણે શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ છે. અને શિક્ષણ વિભાગની માર્ગદર્શિકા મુજબ ઓનલાઈન શિક્ષણની કાર્યવાહી નવા સત્રથી ચાલી રહી છે. પરંતુ આવા સંજાેગોમાં ઓનલાઈનનું શિક્ષણ વિદ્યાર્થીઓને કે વાલીઓને મુશ્કેલ જનક પરિસ્થિતિમાં મુકાઈ રહયું છે. ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને ટાવર ન મળવાના કારણે વાઈફાઈ કનેકશન કે નેટ મેળવવામાં મુશ્કેલી પડે છે. એક સામાન્ય પરિવારમાં ત્રણ થી ચાર બાળકોએ અને તે દરેકને ઓનલાઈન શિક્ષણ સાથે જાેડવા હોય તો વાલીઓએ આ વિદ્યાર્થીઓને લેપટોપ, સ્માર્ટફોન વસાવી લેવા પડયા છે. આ ઉપરાંત નેટ મેળવવા માટે દર મહિને તેમનું ચાર્જેબલ પેકેજ લેવું પડે છે વિદ્યાર્થી અને વાલીઓમાં ઓનલાઈન શિક્ષણ પ્રથા સામે તિવ્ર રોષ જાેવા મળી રહયો છે. વિદ્યાર્થી અને વાલીઓ પોતાની વ્યથા ઠાલવી રહયા છે. અડધી કલાકનું શિક્ષણ મળે અને તેની પીડીએફ ફાઈલ બનાવતા કલાક જેવો સમય લાગતો હોય છે. આ ઉપરાંત સતત લેપટોપ કે મોબાઈલનો યુઝ કરવાથી વિદ્યાર્થીઓને અન્ય મુશ્કેલીઓ પણ ઉભી થતી હોય છે. આવી પરિસ્થિતિ વચ્ચે આ વર્ષે શાળા કોલેજાેનાં પરીક્ષાના કાર્યક્રમો મોકુફ રહયા હતાં અને હાલ કેટલાક અભ્યાસ ક્રમોની પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે આ પરીક્ષા આપવા આવતા બહારગામનાં વિદ્યાર્થીઓને રહેવા – જમવા સહિતની મુશ્કેલી પડી રહી છે. તેવી ફરિયાદ પણ વિદ્યાર્થીઓમાં ઉઠવા પામી છે. કેટલીકવાર એવું બનતું હોય છે કે ઘણાં વાલીઓએ દેખા-દેખી તેમજ અન્ય બાળક ચોકકસ પ્રવાહમાં ગયું હોય પોતાનાં બાળકને પણ પોતાની ભેગો ઘસડી અને આ બાળકને કે વિદ્યાર્થીને જે તે પ્રવાહમાં જાેડી દેતા હોય છે. તેવા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી હોવાનું તેમના વાલીઓ જણાવી રહયા છે. આજે સમગ્ર દેશ જયારે કોરોનાથી પીડિત છે ત્યારે કોઈપણ પરીક્ષા યોજવા માટેની ઉતાવળ ન કરવી જાેઈએ જયાં સુધી પરિસ્થિતિ સામાન્ય ન બને ત્યાં સુધી પરીક્ષા ન યોજવા વિદ્યાર્થીઓ અને વાલીઓનો મત છે. તો બીજી તરફ શૈક્ષણિક સંસ્થાઓ સરકાર અને સંબંધીત વિભાગોને મુશ્કેલી છે કે ર૦ર૦નું વર્ષ શરૂ થઈ ચુકયું છે. પરંતુ હજુ સુધી યોગ્ય વ્યવસ્થા ગોઠવી શકાય નથી. અને શૈક્ષણિક ક્ષેત્ર માટે અનેક મુશ્કેલી છે. આવા સંજાેગોમાં ર૦ર૦ નું વર્ષ વિદ્યાર્થીઓનું બગડે નહીં તે માટે સર્વાનુમતે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું તેજ એક માત્ર વિકલ્પ છે. ડિગ્રી મેળવ્યાથી કોઈ વિદ્યાર્થીઓને નોકરી મળી જશે કે અન્ય હોંશિયાર વિદ્યાર્થીઓને અન્યાય થશે તેવુ માનવાને પણ પાત્ર નથી કારણ કે નબળો વિદ્યાર્થી હોય અને ડિગ્રી મેળવી માર્કેટમાં તો લાયકાત ન હોવાનાં કારણે તેને કામ મળી શકતું નથી. જયારે હોંશિયાર વિદ્યાર્થીને ગમે તે ક્ષેત્રમાં પોતાની આવડતનાં જાેર ઉપર રોજગારી મળી શકે તે પણ એટલું જ સત્ય છે. જેથી શૈક્ષણિક સંસ્થાઓ, શિક્ષણ વિભાગ, રાજય સરકાર, કેન્દ્ર સરકાર અને સંબંધિત તમામે વિદ્યાર્થીઓનાં હિતમાં સંપુર્ણ વિચાર ર્વિમશ બાદ યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી વાલીઓ અને વિદ્યાર્થીઓ અપેક્ષા રાખી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!