કોરોનાનાં કાળમાં વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવી કેટલે અંશે યોગ્ય ?

0

જૂનાગઢ સહિત ગુજરાત ભરનાં તેમજ દેશનાં તમામ ફેકલ્ટીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની મનોવેદના વ્યથા અને જે પરિસ્થિતિનું સર્જન આજે કોરોના કાળમાં થઈ રહયું છે. ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે નિર્દોષોના મૃત્યુ દરને અટકાવવાનાં એકમાત્ર ઉપાય રૂપે ૧૩ જેટલા મુદાઓનો સમાવેશ કરી ભારતનાં રાષ્ટ્રપતિને જૂનાગઢનાં પલક ભરતકુમાર જયસ્વાલના નામના વિદ્યાર્થીએ પત્ર પાઠવી શૈક્ષણિક પરિક્ષાઓને અટકાવવા કે મુલત્વી રાખવા તેમજ પુરા ભારત વર્ષમાં બે માસ સુધી લોકડાઉનને અમલી બનાવવાની વિનંતી કરી છે. આ ઉપરાંત ભારતવાસીઓને આવશ્યક ચીજવસ્તુઓ અને મદદ પણ ઉપલબ્ધ કરાવવા વિનંતી કરી છે. આ સાથે જ શૈક્ષણિક પરિક્ષાઓ દરમ્યાન કોરોના વાઈરસથી સંક્રમિત થનાર કે મૃત્ય પામનાર પરિવારજનોને રૂા.૧ કરોડની સહાય આપવા તેમજ મૃત્યુનાં કારણમાં જે તે સરકારની જવાબદારી ફિકસ કરવાનો આદેશ કરવા પણ આ પત્રમાં રજુઆત કરવામાં આવી છે. આ અંગે તાત્કાલીક અસરથી પગલા ભરાય તેવી અપેક્ષા પણ વ્યકત કરવામાં આવી છે.
જૂનાગઢનાં પલક ભરતકુમાર જયસ્વાલ નામનો વિદ્યાર્થી ભકતકવિ નરસિંહ મહેતા વિશ્વ વિધાલય જૂનાગઢની સંલગ્ન લો કોલેજમાં અભ્યાસ કરતો સત્ર ૬ નો વિદ્યાર્થી છે. આ જાગૃત વિદ્યાર્થીએ સેંકડો વિદ્યાર્થીઓની વ્યાથ રજુ કરતો પત્ર ભારતનાં રાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે. જૂનાગઢ સહિત સમગ્ર દેશ અને વિશ્વનાં દેશો પણ કોરોના સામે જંગ જારી છે. તેવા સંજાેગોમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહયું છે. એકલા જૂનાગઢની વાત કરીએ તો આ સિટીમાં દરરોજ સરેરાશ ૧પ થી ૧૭ કેસોની રોજની એવરેજ છે. જીલ્લાનાં અન્ય કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા પણ એમને એમ વધી રહી છે. આવી જ સ્થિતિ ગુજરાત અને દેશનાં અન્ય સિટી, ગ્રામ્ય પંથકની છે. કોરોનાનાં ગંભીર વાઈરસને કારણે મૃત્યુનાં બનાવો પણ સતત વધી રહયા છે. વિવિધ સેવા ક્ષેત્રમાં રહેલા લોકો પણ સંક્રમિત થયા છે અને તેમાનાં ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. આવા કપરા કાળમાં જૂનાગઢ સહિત ગુજરાત તેમજ દેશભરનાં વિદ્યાર્થીઓનું ભાવી ધુંધળુ અને અંધકારમય બનેલું છે. જયારથી કોરોનાની એન્ટ્રી થઈ છે. ત્યારથી શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ સહિતની પ્રવૃત્તિઓ બંધ છે. નવુસત્ર શરૂ થઈ ગયું છે. પરંતુ સરકારશ્રીના આદેશનાં સાવચેતીના પગલા રૂપે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણની પ્રથા હાલ ચાલી રહી છે. પ્રાથમિક શિક્ષણ હાઈસ્કુલનું શિક્ષણ કે કોલેજનું શિક્ષણ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે કપરી પરિસ્થિતિ છે. વિદ્યાર્થીઓને જયાં સુધી સ્થિતિ સામાન્ય ન બને ત્યાં સુધી વાલીઓ શાળાએ મોકલવા તૈયાર નથી. તેમજ સરકાર સાથે સંકલનમાં રહી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ સાથે નવુ સત્ર ચાલી રહયું છે. કોરોના કાળમાં જે પરિસ્થિતિ ઉદભવી છે. ત્યારે વિદ્યાર્થીઓ મુંઝવણમાં, વાલીઓ મુંઝવણમાં, સરકાર મુંઝવણમાં અને શૈક્ષણિક સંસ્થાઓ મુંઝવણમાં છે. તેવા સંજાેગોમાં હાલ શું અભ્યાસના કાર્યક્રમને ગતિવાન બનાવવું તે અંગેનો પ્રશ્ન મુંઝવી રહયો છે. દરમ્યાન વિદ્યાર્થીઓની આ વ્યથાને લો ના ૬ છઠા સત્રના વિદ્યાર્થીઓને વાંચા આપી છે. અને ઘણી અસંખ્ય રજુઆતો રાષ્ટ્રપતિને પાઠવેલા પત્રમાં કરી છે. આ પત્રમાં તેમણે જણાવેલ છેે કે, તેની પરીક્ષા તા. રપ-૮-ર૦ર૦ થી શરૂ થઈ હતીં ત્રણ પેપર હતાં પરંતુ આ વિદ્યાર્થીએ પરીક્ષા ન આપી પરીક્ષાનો બહિષ્કાર કરેલ છે. ભારતમાં કોરોના વાઈરસથી સંક્રમિત થયાં હોવાના કુસ
૩૧ લાખથી વધારે કેસો છે.
પપ હજારથી વધારે મૃત્યુઆંક પહોંચી ગયો છે. વધતા જતાં સંક્મણને રોકવા કે તેનાથી બચવા માટે હજુ સુધી કોઈ રસી શોધી શકવામાં સંપુર્ણ સફળતા મળી નથી. કોરોનાની સાથે જીવવાનો વાતો વચ્ચે કોરોનામાં મરવાનું પ્રમાણ પણ વધી રહયું છે. લોકડાઉન અને અનલોકથી આજદિવસ સુધીમાં મૃત્યુ આંક વધેલો છે. પરિવારનાં સદસ્યનું જયારે કોરોનાથી મૃત્યુ થાય છે. ત્યારે આ પરિવારનાં કોઈ સભ્ય તેમના અંતિમ સમયે કોઈપણ રીતે મદદ કરી શકતા ન હોય અને નજરની સામે મહામુલી જીંદગી વેડફાઈ રહી છે. આરોગ્ય ઉકાળા, માસ્ક, સેનીટાઈઝર, સહિતની સાવચેતીના પગલા તેમજ આરોગ્યની વિભાગની ગાઈડ લાઈન મુજબ સેવા બજાવતા લોકો સંપુર્ણ કાળજી પૂર્વક જીવન જીવી રહયા છે. નિયમો પાળી રહયા છે. અનેક લોકોના જીવ ગુમાવ્યાનાં દાખલા છે. ત્યારે આવા સંજાેગોમાં પરીક્ષાઓનો કાર્યક્રમ મુલત્વી રાખી અને જયાં સુધી પરિસ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી પરીક્ષા ન રાખવી જાેઈએ તેમ છતાં આવી પરીક્ષાઓ યોજાતી હોય તો આ વિદ્યાર્થી પોતાની પરીક્ષાનો બહિષ્કાર કરશે તેમ પણ પત્રમાં જણાવેલ છે. સેંકડો વિદ્યાર્થીઓને વ્યથાને રાષ્ટ્રપતિ સમક્ષ પત્ર દ્વારા પલક ભરતકુમાર જયસ્વાલે રજુ કરી છે.
અને અંતમાં વિનંતી પણ કરી છે કે, શૈક્ષણિક પરીક્ષાઓને મુલત્વી રાખવા તથા દરેક ભારતીયને સરકારશ્રી દ્વારા પરોક્ષ નહીં પરંતુ પ્રત્યક્ષ આવશ્યક ચીજવસ્તુઓને મદદ ઉપલબ્ધ થઈ રહે તેવો આદેશ કરીને પુરા ભારતમાં બે માસ સુધી સંપુર્ણ લોકડાઉન અમલી થવાનો આદેશ કરીને કોરોના વાઈરસ (કોવિડ-ર૦૧૯)નાં વધતા જતાં સંક્રમણને રોકવા, મૃત્યુદરમાં ઘટાડો થાય ભારતનું વર્તમાન તથા ભવિષ્ય ઉજજવલ ઘટાડો થાય ભારતનું વર્તમાન તથા ભવિષ્ય ઉજજવલ બની રહે તે દિશામાં વધુ અને યોગ્ય પગલા ભરવાનો આદેશ પ્રજા દ્વારા ચૂંટાયેલી કેન્દ્ર તથા રાજયોની સરકારને આદેશ કરવા વિનંતી કરવામાં આવી છે. કોરોનામાં પરીક્ષા લેવાના નિયમથી અનેક વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!