ખંભાળિયા શહેરમાં રસ્તે રઝળતા ઢોરનાં ત્રાસથી નગરજનો ત્રસ્ત

0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં છેલ્લા ઘણા સમયથી શિરદર્દ બની રહેલા રસ્તે રઝળતા ઢોરના ત્રાસ અંગે અહીંના યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ખંભાળિયા શહેરના આ પ્રશ્ન અંગે યુથ કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શહેરના તમામ મુખ્ય માર્ગો અને શેરીઓ તથા ગલીઓમાં રસ્તે રખડતાં ઢોરનો ત્રાસ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ વધી ગયો છે. ધણીયાતા તથા નધણીયાતા આ રખડતા ઢોરને પાંજરે પુરવાની કામગીરી અંગેની જવાબદારી ગુજરાત નગરપાલિકા અધિનિયમ મુજબ સીધી જ નગરપાલિકાની આવે છે. આ બાબતે હાલ ઘણા સમય સુધી નગરપાલિકા દ્વારા કોઈપણ નક્કર કડક કાર્યવાહી કરવામાં આવી નથી. આથી આ સમસ્યાનો ઉકેલ ન આવતાં નગરજનો ખુબ જ ત્રાસી ગયા છે. ઢોરોના ત્રાસના કારણે મૃત્યુ નિપજ્યાના બનાવો પણ બન્યા છે અને કેટલીય સંપત્તિઓને ઢોરના ત્રાસથી નુકસાન થાય છે. ઘણી વખત તો એમ્બ્યુલન્સ પણ રસ્તા ઉપર ઢોરના ડેરા તંબુના કારણે પસાર થઈ શકતી નથી. આ મુદ્દે ખંભાળિયા યુથ કોંગ્રેસ દ્વારા ખંભાળિયા નગરપાલિકાને એક આવેદનપત્ર પાઠવી, સાત દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
જો નિયત સમયમાં ઢોરના જમાવડાં બાબતે યોગ્ય અને નક્કર વ્યવસ્થા કરવામાં આવે તો યુથ કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં વિરોધ કરી અને આશ્ચર્યજનક કાર્યક્રમ આપશે તેવી ચીમકી પણ આપવામાં છે. આ મુદ્દે ખંભાળિયા તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ સંજય આંબલીયા, સાવન કરમુર, દેવ ચાવડા, યુનુસ ચાકી, યુવરાજસિંહ વાઢેર, પ્રદીપ ચાવડા, અંકિત લાલ વિગેરે કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!