ધોરાજી નગરપાલિકાના પ્રમુખ તરીકે અંજનાબેન ભાષા તેમજ ઉપપ્રમુખ તરીકે ઈમ્તિયાઝભાઈ પોઠીયાવાલા ચુંટાયા

0

ધોરાજી નગરપાલિકા ટાઉનહોલ ખાતે અઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી ડેપ્યુટી કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ પ્રસંગે કોંગ્રેસના સત્તાધારી પ્રમુખ ડી.એલ. ભાષા જેઓ અનુ.જાતિના હોય અને અનુ.જાતિના પ્રમુખ તરીકે અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરેલ હોય બાદ અઢી વર્ષ માટે સામાન્ય સ્ત્રી અનામત આવતા તેમની ચુંટણી યોજાઈ હતી. આ ચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો હાજર હતા જેમાં સર્વાનુમતે અંજનાબેન મયુરભાઈ ભાષા પ્રમુખ તરીકે તેમજ ઉપપ્રમુખ તરીકે ઈમ્તિયાઝભાઈ પોઠીયાવાલા ચુંટાઈ આવ્યા હતા. ગુરૂવારે નગરપાલિકાની ટાઉનહોલ ખાતે યોજાયેલી પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણીમાં કોંગ્રેસ શાસનમાં સત્તાધારી પક્ષના પ્રમુખ તરીકે અંજનાબેન મયુરભાઈ ભાષા તેમજ ઉપપ્રમુખ તરીકે ઈમ્તિયાઝભાઈ ઈબ્રાહિમભાઈપોઠિયાવાલા, ચુંટાઈ આવતા તેમનો સ્વાગત દલિત સમાજ તેમજ મુસ્લીમ સમાજના આગેવાનોએ કર્યું હતું અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નગરપાલિકાના વર્તમાન પ્રમુખ ડી.એલ. ભાષાએ જણાવેલ કે અઢી વર્ષના શાસન દરમ્યાન ધોરાજીના સમગ્ર વિસ્તારના રોડ રસ્તાનો વિકાસ કામો કર્યા છે અને બની શકે તેટલી લોકોની વચ્ચે રહી અને ધોરાજીના વિકાસ કાર્યને આગળ ધપાવવા માટે મહેનત કરી છે ત્યારે અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં નવા પ્રમુખ તરીકે મારા નાના ભાઇના પુત્રવધુ અંજનાબેન મયુરભાઈ ભાષા પ્રમુખ તરીકે આવ્યા છે અને ઉપપ્રમુખ તરીકે ઈમ્તિયાઝભાઈ ઈબ્રાહિમભાઈ પોઠીયાવાલા સર્વાનુમતે ચુંટાયા છે ત્યારે બંનેને ખૂબ અભિનંદન પાઠવું છું અને ધોરાજીના વિકાસકાર્યો માટે હું પણ એમની જોડે સતત સેવા કાર્યમાં જોડાઈ અને ધોરાજીનો વિકાસ આગળ વધે તે બાબતે સૌનો આભાર માન્યો હતો મહત્વની બાબત એ છે કે આ ચુંટણી કોંગ્રેસ શાસિત હોય અને નગરપાલિકા ખાતે ચુંટણીમાં કોઇ અવ્યવસ્થા ન સર્જાય તે માટે કાયદો અને વ્યવસ્થા બાબતે ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ જાડેજા, મહિલા પીએસઆઇ નયનાબેન કદાવલા દ્વારા સઘન પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. આ તકે પ્રમુખ ઉપપ્રમુખનું સ્વાગત કરતા મુસ્લિમ સમાજના અગ્રણી હાજી ઈબ્રાહિમભાઈ કુરેશી, હાજી અનવરશાહ રફાઈ, પૂર્વ નગરપતી કાસમભાઈ કુરેશી, રફીકબાપ, સુધરાઈ સભ્ય જબ્બારભાઈ ગરાણા, હનીફમીયા બાપુ, સૈયદ ખાલીદ ખાન, સીપાઈ મામદભાઈ સંધી, કાસીમભાઈ ગરાણા, મુસ્લિમ સમાજના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!