કેશોદના મોટી ઘંસારી ગામે માતા મરણ સાથે ત્રણ જીવના મોત, કોરોનાથી વિખાયો પરિવારનો માળો

કેશોદ તાલુકાના મોટી ઘંસારી ગામે કોરોનાએ છીનવ્યો પરિવાર પતિના મોતના આઘાતથી પત્નીએ બાળક સાથે કુવામાં ઝંપલાવી મોતને વ્હાલુ કરતા માતા મરણ સાથે એકસાથે ત્રણ જીવ ગુમાવતા કેશોદ તાલુકાભરમાં ગમગીની ભર્યો આઘાતજનક માહોલ છવાયો છે.
જૂનાગઢ જીલ્લાના કેશોદ તાલુકાના મોટી ઘંસારી ગામના ખેડુત પરિવાર અશોકભાઈ નારણભાઈ ચુડાસમાને આશરે બાર વિઘા જમીન સાથે પોતે ખાનગી શાળામાં નોકરી કરતા તેમના પત્ની મોટી ઘંસારી ગામે આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવતા હતા. તેમને સંતાનમાં સાત વર્ષ પહેલાં પુત્રીને વીંછી કરડતા મોત નિપજ્યું હતું. ત્યારબાદ પુત્રનો જન્મ થયો હતો. જે હેત નામનો પુત્ર પાંચ વર્ષનો હતો તેમજ હાલમાં અશોકભાઈ ચુડાસમાના પત્ની નિતાબેન સગર્ભા હતા જેના પાંચ મહીના જેટલો સમય થયો હતો. પુત્ર હેત સાથે અશોકભાઈ ચુડાસમાનો પરિવાર આનંદ કિલ્લોલ કરતો હતો પરિવારમાં કમનસીબે દુઃખદ ઘટનાની શરૂઆત થઈ અશોકભાઈ ચુડાસમાને કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો સરકારી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ખાનગી કોવીડ હોસ્પિટલમાં દાખલ થયા હતા ત્યારથી પરિવારનો જાણે કાળ પોકારતો હોય તેમ પરિવારનો માળો વિખાવાના એંધાણ શરૂ થવાનો હોય તેમ અશોકભાઈ ચુડાસમાએ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન હોસ્પિટલની બારીમાંથી મોતની છલાંગ લગાવી હતી જે બાબત પ્રાથમિક દ્રષ્ટિએ આત્મહત્યા માનવામાં આવી છે.
પરિવારજનોએ અજુગતું બન્યુ હોવાનું અનુભવ્યું હતું પણ જેની તપાસ થાય અને સત્ય બહાર આવે એ પહેલાં ગણતરીના દિવસોમાં અશોકભાઈ ચુડાસમાના મોતનો આઘાત લાગતાં તેમના પત્ની નિતાબેને તેમના પાંચ વર્ષના પુત્રને સાથે લઈ તેમના ઘરથી થોડે દુર કુવામાંં ઝંપલાવતા માતા મરણ સાથે ત્રણ જીવ ગુમાવતા અશોકભાઈનો પરિવારનો આખો માળો વેર વિખેર થયો છે અને અશોકભાઈનું ત્રીજુ સંતાન ધરતી ઉપર જન્મ લે તે પહેલાં જ તેનો પણ ભોગ લેવાયો હતો.
પરિવારની કમનસીબી કેવી જેની નજર સામે પોતાના પુત્ર, સગર્ભા પુત્રવધુ, પૌત્ર અને અગાઉ પૌત્રીનું મોત જોનાર ૬૫ વર્ષીય નારણભાઈ કરશનભાઈ ચુડાસમાં તથા ૬૨ વર્ષીય નાથીબેન નારણભાઈ ચુડાસમા તેમની હયાતીમાં આવા દિવસો જાેવા પડયા છે. આવી હૃદય કંપાવી દેનારી ઘટનાથી સમગ્ર કેશોદ પંથક તથા જુનાગઢ જીલ્લામાં શોકની લાગણી જોવા મળી રહી છે.આમ કોરોનાએ એક પરિવારનો માળો વિંખી નાખ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!