લોકડાઉન ભંગ સબબ ૧૮૮ હેઠળ નોંધાયેલ ત્રણ કેસને વડોદરાની કોર્ટે પહેલી જ સુનાવણીમાં ડિસમિસ કરેલ છે અને જણાવેલ કે જયુડિશિયલ મેજિસ્ટ્રેટની પરવાનગી વિના આ ગુનામાં એફ.આઈ.આર થઈ શકે નહી એવા કારણોસર સિનિયર સિવીલ જજ અને ઓડિશનલ ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ એન.પી.ઉનડકટએ લોકડાઉન દરમ્યાન બપોદ પોલીસ સ્ટેશનની હદમાં નોંધાયેલ ત્રણ કેસને ડિસમિસ કરેલ છે, આ ચુકાદાને પ્રદેશ કોંગ્રેસ મહિલા અગ્રણી ઉષાબેન કુસકીયાએ આવકારતા જણાવેલ કે, આવા કેસોમાં ગુનો બનતો ન હોય તે સ્વાભાવિક હોવા છતા રાજયભરમાં આવા અસંખ્ય કેસો નોંધવામાં આવેલ હતા અને એ વખત અમોએ પણ મુખ્યમંત્રીને તેમજ કાયદામંત્રીને લેખીત રજૂઆત કરેલ કે આવા કેસોમાં કોઈ ગુના બનતો ન હોય આવા કેસો રદ થવા જાેઈએ તેવી લોકડાઉન વેળાએ લેખીત જાણ કરેલ હતી. તે સબબ આવા કેસો પ્રથમ દ્રષ્ટિથી રદ થવા પાત્ર હતા જે વડોદરાની કોર્ટ ઉપરથી સાબીત થઈ ગયું છે. વેરાવળનાં મહિલા ધારાશાસ્ત્રી એવા ઉષાબેન કુસકીયાએ આ બાબતે વધુમાં જણાવેલ કે, જયુડિશિયલ મેજિસ્ટ્રેટની પરવાનગી વિના નોંધાયેલી કલમ-૧૮૮ હેઠળની ફરિયાદો કાયદાકીય રીતે ટકવા પાત્ર નથી. સી.આર.પી.સી.ની કલમ-૧૯પ મુજબ કલમ-૧૭રથી ૧૮૮ હેઠળ નોંધાયેલા કોઈપણ સજાપાત્ર ગુનાની કોર્ટ નોંધ ના લઈ શકે. આ મામલે અન્ય રાજયોની કોર્ટો તેમજ સુપ્રિમ કોર્ટનાં ચુકાદાને ધ્યાને લેતા તમામ કેસો રદ થવા પાત્ર હોય જેથી આ ચુકાદાથી ઘણી જ રાહત મળી શકશે એમ અંતમાં જણાવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews