ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની પરીક્ષાનાં ચોથા દિવસે ચાર કોપી કેસ

0

જૂનાગઢ ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા પ્રથમ તબકકાની શરૂ થયેલ સ્નાતક કક્ષાની સેમેસ્ટર ૬, અનુસ્નાતક કક્ષાની સેમેસ્ટર-ર અને ૪, એલએલબી, એમઆરએસ, એલએલએમ, એમએડ વગેરેની પરીક્ષામાં શુક્રવારે ચોથા દિવસે બે સેશનમાં કુલ ૮૧૧૭ વિદ્યાર્થીઓમાંથી ૧૩૮ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જૂનાગઢ ગીર-સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાનાં કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓએ સ્વસ્થ વાતાવરણમાં પરીક્ષા આપી હતી. શુક્રવારે બીએડમાં ક્રિટીકલ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ આઈસીટી તથા એલએલબી સેમ-રમાં ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી-૧ એન્ડ એસેસ વિષયમાં કુલ ચાર કોપી કેસ થયા હતા. જૂનાગઢ ખાતે ૧ તથા ગીર-ગઢડા ખાતા ૩ કોપી કેસ કરવામાં આવ્યા હતા. અલગ અલગ સ્ક્વોડ તથા યુનિવર્સિટી ખાતેથી સીસીટીવી મોનેટરીંગ દ્વારા ઝીણવટ પૂર્વક નીરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે કોરોનાની તકેદારી રૂપે દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર તમામ પ્રકારનાં પગલા લેવામાં આવી રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!