કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ માટે ગુજરાત સરકાર આગળ વધી રહી છે જે અંતર્ગત રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિઓ સાથેની બેઠકમાં સરકારના શિક્ષણમંત્રીએ રાજ્યની તમામ યુનિવર્સિટીઓ ‘નવી શિક્ષણનીતિ અમલીકરણ’ સમિતિની રચના કરે તેમ જણાવતા ઉમેર્યું હતું કે આ ઉપરાંત નવી શિક્ષણ નીતિ ચેપ્ટર દીઠ અભ્યાસ માટે અલગ અભ્યાસ કમિટીની પણ રચના કરે. શિક્ષણ અને વ્યક્તિત્વ નિર્માણના સંદર્ભમાં સ્પષ્ટ દિશાનિર્દેશ કરતી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જ્યારે જાહેર થઈ ચૂકી છે, તેને ભારત સરકારની વિધિવત મંજૂરી પણ મળી ગઈ છે, ત્યારે આ શિક્ષણ નીતિના અમલીકરણ માટે સ્પષ્ટ કાર્ય રચના ઘડી કાઢવા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્યની યુનિવર્સિટીઓના કુલપતિઓને આહવાન કર્યું છે. આ માટે યુનિવર્સિટીઓ ઝડપભેર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ માટે યુનિવર્સિટી નવી શિક્ષણ નીતિ અમલીકરણ સમિતિની રચના કરીને તેના અમલીકરણનો રોડમેપ તૈયાર કરે. ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ઓનલાઈન બેઠક યોજીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભમાં તેના પરિણામલક્ષી અમલ માટે યુનિવર્સિટીઓના કુલપતિઓ સાથે વિચાર વિમર્શ કર્યો હતો. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે દરેક યુનિવર્સિટી રાષ્ટ્રીય નવી શિક્ષણ નીતિના અમલ માટે નવી શિક્ષણ નીતિ અમલીકરણ સમિતિની રચના કરે આ ઉપરાંત દરેક યુનિવર્સિટી નવી શિક્ષણ નીતિના જેટલા પણ ચેપ્ટર છે તે ચેપ્ટર દીઠ એક અભ્યાસ કમિટીની પણ રચના કરે. આ રીતે રાજ્યમાં નવી શિક્ષણ નીતિનો ઝડપભેર અમલ થાય તે દિશામાં આગળ વધવા આયોજન કરે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણને પરિણામ લક્ષી બનાવવા ઓનલાઇન વર્કશોપનું આયોજન કરવા પણ આ બેઠકમાં જણાવ્યું હતું. નવી શિક્ષણ નીતિના સંદર્ભમાં હવે વિચાર નહીં પરંતુ અમલીકરણનો સમય છે ત્યારે આપણે સૌએ એ દિશામાં આગળ વધવું પડશે, તેમ જણાવી શિક્ષણ મંત્રીએ ઉમેર્યું હતું કે આ શિક્ષણ નીતિમાં માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણનો સમગ્રતયા વિચાર કર્યો છે. પ્રાથમિક શિક્ષણની સાથે ઉચ્ચતર શિક્ષણનો પણ વિચાર કરાયો છે ત્યારે આ શિક્ષણનીતિનો અભ્યાસ કરી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તેવું આયોજન છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews