કોરોનાના બહાના હેઠળ બિહાર ચૂંટણી પાછી ઠેલી શકાય નહી

કોરોનાની મહામારીનું કારણ આગળ ધરીને બિહાર વિધાનસભાની ચૂંટણીને સમયસર થતી અટકાવી શકાય નહીં તેમ સુપ્રીમ કોર્ટે કહ્યું છે. સુપ્રીમ કોર્ટે આ અંગેની અરજીને બાલિશ ગણીને ફગાવી દીધી છે. થોડા સમય પહેલાં ચૂંટણી પંચે સત્તાવાર રીતે જાહેર કર્યું હતું કે બિહારમાં વિધાનસભાની ચૂંટણી સમયસર જ યોજાશે. રાજ્યના ચૂંટણી અધિકારીઓને આ અંગે તાકીદ કરી દેવામાં આવી હતી એમ પણ પંચે જાહેર કર્યું હતું. આ વર્ષનાં અંતમાં બિહાર વિધાનસભાની મુદત પૂરી થાય છે. એ પહેલાંજ રાજકીય પક્ષો અને નેતાઓએ પોતપોતાની રીતે વ્યૂહ ઘડવાના શરૂ કરી દીધા હતા. દલિત નેતા જીતન માંઝીએ રાજદનો સાથ છોડી દેતાં રાજદએ પક્ષમાંના બીજા દલિત નેતાઓને આગળ કર્યા હતા અને એવો દાવો કર્યો હતો કે જીતન માંઝીના જવાથી અમને કશો ફરક નહીં પડે. એજ રીતે લોજપાના નેતાઓએ નીતિશ કુમાર સામે એવો આક્ષેપ કર્યો હતો કે નીતિશ કુમાર અમારી અવગણના કરી રહ્યા હતા. આ સુનાવણી દરમ્યાન જસ્ટિસ અશોક ભૂષણે કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી મોકૂફ રાખવા માટે કોરોનાનો ચેપ એ યોગ્ય કારણ બની શકે નહીં. હજુ તો ચૂંટણી પંચે કોઇ ઔપચારિક જાહેરાત સુદ્ધાં કરી નથી. આ અરજી અપરિપક્વ છે. ચૂંટણી પંચ વિધાનસભાની ચૂંટણી યોજવા પહેલાં દરેક મુદ્દાનો વિચાર કરશે. તમે એવું કેમ માની લો છો કે ચૂંટણી પંચ આ મુદ્દા પર વિચાર નહીં કરે. આ અરજી સમયસરની નથી અને પૂરી પુખ્ત પણ નથી એવો અભિપ્રાય કોર્ટે વ્યક્ત કર્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!