આજે અમૂલ ડેરીની ચૂંટણી : ૧૧ બેઠકો માટે ૩૧ ઉમેદવારો

આજે વિશ્વ વિખ્યાત આણંદની અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી યોજાઈ રહી છે. મતદાનની પ્રક્રિયા સવારે ૯ વાગ્યાથી શરૂ થઈ બપોરે ૩ વાગ્યા સુધી ચાલશે. આ વખતે ૧૧ બેઠકો માટે ૩૧ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. ચૂંટણીને લઇ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લાની ૧૨૧૪ જેટલી મંડળીના સભ્યો મતદાનમાં ભાગ લેશે. હાલમાં ચેરમેન રામસિંહ પરમાર અને વાઈસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર ડિરેકટર તરીકે બિનહરિફ થયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!